________________
Vol.XXXIV, 2011
અમરકોશ પરની ટીકાસર્વસ્વ અને પદચંદ્રિકા...
119
ઉપર્યુક્ત ટીકાકારોના મત જોતાં સ્પષ્ટ થાય છે કે મહાભાષ્ય કાશિકા વગેરેમાં શેષ: શબ્દ મળે છે, જ્યારે કેટલાક ટીકાકારો શે કે શેર્ આપે છે.
ઉપસંહાર
ઉપર્યુક્ત ત્રણે ટીકાકારોએ પુરુષોત્તમદેવની જે વર્ણદેશના ટીકાના મત પોતપોતાની ટીકામાં ટાંક્યા છે, તે ટીકા હાલ પ્રકાશિત સ્વરૂપે ઉપલબ્ધ થતી નથી. વળી, સ્વાભાવિક છે કે આ ટીકાકારોએ પણ પોતાના મતના સંદર્ભમાં પ્રસ્તુત હોય તેટલા પૂરતો જ વર્ણદેશનાનો મત સંક્ષેપમાં આપ્યો હોય. તેથી આ ટીકાઓમાં વર્ણદેશનાના જે મત જે રીતે મળે છે, તે પરથી એ ટીકાની વિશેષતા અને પદ્ધતિ વિશેનો ખ્યાલ સંક્ષેપમાં આપવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ વર્ણદેશના ટીકા તેના નામ પ્રમાણે અમરકોશના શબ્દોની જોડણી બાબત સૂચન કરે છે, પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. અમરકોશના અમુક શબ્દો જેવા કે રેવશ્રીનન્દનઃ, શત્તી, શાળી વગેરેની જોડણી બાબત અન્ય ટીકાકારો સાથે સહમત થાય છે, જ્યારે અ.કો.માં મળતા અમુક શબ્દોના પ્રચલિત પાઠ કરતાં, તે સહેજ જુદી જોડણી ધરાવતો વધારાનો બીજો પર્યાયવાચક શબ્દ આપે છે, આ તેમની ખાસ વિશેષતા છે, જેમકે સંસ્કૃતમાં સુત્રામા ઉપરાંત સૂત્રામા, વંશી ઉપરાંત વંસી, ઋત્તુનિ ઉપરાંત જ્યુનિ. વગેરે. આ ટીકામાં તેમણે કેટલાય આવા સમાનાર્થી શબ્દો દર્શાવ્યા છે કે જે અમરકોશના અભ્યાસીઓને ખાસ ઉપયોગી નીવડે તેવા છે.
અમરકોશ પરની આ ટીકામાં પુરુષોત્તમદેવ વધારાના પર્યાયવાચી શબ્દો આપીને જ સંતોષ માનતા નથી. તે શબ્દોની વ્યુત્પતિને લગતા સૂત્ર કે ધાતુ, પ્રત્યય કે પરિભાષા વગેરેનું સંક્ષેપમાં સૂચન કરતા રહે છે. તેના પુરાવારૂપે થોડાંક દૃષ્ટાંતો પૂરતાં થશે. જેમ કે ઇન્દ્ર અર્થ દર્શાવતા સુત્રામાં શબ્દ ઉપરાંત દીર્વાદ સૂત્રામાં શબ્દ આપે છે, ત્યારે તેના દીર્ઘત્વને અન્વેષામપિ। (૬.૩.૧૩૭) સૂત્રનું પ્રમાણ આપી સાધુ ઠરાવે છે. તેજ રીતે નગારાં અર્થ દર્શાવતાં અર્ધા: શબ્દની કેટલાક ટીકાકારો ધ્વા: જોડણી કરે છે તેને તે શા માટે માન્ય નથી રાખતા, તેનું કારણ આપતાં કહે છે કે અર્ધ્વમ્ શબ્દ ધૃ કરતાં સાવ જુદો છે, કારણકે તે ર્િ શબ્દનો પર્યાય વારવાન્ અને મકારાન્ત અવ્યય છે.
પુરુષોત્તમ ઋષ્ટિઃ શબ્દના સંદર્ભમાં સમાનાર્થી િિષ્ટ શબ્દ સૂચવે છે, ત્યારે તેના મૂળ ધાતુ રિશ હિંસાયામ્ (તુદાદિ)ને પણ દર્શાવે છે, તેજ પ્રમાણે ૧૬: ઉપરાંત શબ્ડઃ એમ તાલવ્યાદિ જોડણી દર્શાવીને, ડિ રુનાયાં સદૃાતે ૬ । એ સ્વાદિ ધાતુ પરથી તેની વ્યુત્પત્તિ જણાવે છે.
તે વંશી નો સમાનાર્થી શબ્દ કેટલાક વંસી આપે છે એમ કહ્યા પછી તેને વૃષિતા એમ સમજાવીને, પૃષોવરાતિ । (૬-૩-૧૦૯) સૂત્રને તેની વ્યુત્પત્તિમાં કારણરૂપે જણાવે છે.
વનમ્ (વિમાન) શબ્દ ધિવર્ળયો: ન્યુટ્ । (૩.૩.૧૧૭) સૂત્રથી જ્યુર્ (અન્ન) પ્રત્યય લાગતાં વ્યુત્પન્ન થાય છે. કેટલાક વૈયાકરણો તેને રળે ન્યુટ થી તો બીજા કેટલાક તેને અધિરને ल्युट्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org