Book Title: Sambodhi 2011 Vol 34
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 140
________________ 130 SAMBODHI અધ્યયન માટે આ શબ્દકોશ સંશોધકોને અતીવ ઉપયોગી નીવડશે. ઋષિદત્તાચરિત્રસંગ્રહ કર્મના ગહન વિપાકોને અનુભવતાં મહાસતી ઋષિદત્તાએ પોતાના શીલનું અખંડિત રક્ષણ કરેલ હતો. તે મહાસતીના જીવન અંગે અનેક ચરિત્રો, કથાઓ, રાસ, ચોપાઈ વિગેરેની રચના થયેલ છે. પ્રસ્તુત “ઋષિદત્તાચરિત્રસંગ્રહ'માં અદ્યાવધિ અપ્રકાશિત ત્રણ કૃતિઓ (૧) શ્રીમુનિ પતિગુણપાલવિરચિત રિસિદત્તાચરિય, (૨) અજ્ઞાતકર્તક ઋષિદત્તાચરિત્ર અને (૩) અજ્ઞાતકર્તક ઋષિદત્તાચારિત્ર, આ ત્રણે કૃતિઓ હસ્તપ્રતો ઉપરથી તૈયાર કરીને પ્રકાશિત કરેલ છે. આ સિવાય બીજી ત્રણ પ્રકાશિત કૃતિઓ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. પરિશિષ્ટમાં-૧ માં શ્રીધર્મસેનગણિવિરચિત-વસુદેવહિંડીમધ્યખંડમાંથી ઋષિદત્તાકથા, પરિશિષ્ટ-૨માં. શ્રીઆમ્રદેવસૂરિવિરચિતઆખ્યાનક-મણિકોશવૃત્તિમાંથી ઋષિદત્તાખ્યાનક અને પરિશિષ્ટ-૩ માં શ્રીજયકીર્તિસૂરિવિરચિત શીલોપદેશ માલાની શ્રીસોમતિલકસૂરિવિરચિતશીલતરંગિણીવૃત્તિમાંથી ઋષિદત્તાકથા છે. નવ પરિશિષ્ટોથી સમૃદ્ધ એવો આ ઋષિદત્તચરિત્રસંગ્રહ પરમવિદુષી સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી મહારાજ પંડિતશ્રી અમૃતભાઈ પટેલના સહયોગથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ઘણી સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે. ऋषिदत्ताचरित्रसंग्रहः, संपादक : साध्वी चंदनबालाश्री, पृष्ठ : ७४ + ३६२ .સ. ૨૦૨૨, મૂલ્ય : ૪૦૦/प्रकाशक : भद्रंकर प्रकाशन, अहमदाबाद. लेखकों से नम्र निवेदन विद्वानों से भारतीय विद्या से सम्बन्धित अप्रकाशित लेख हिन्दी, गुजराती या अंग्रेजी भाषाओं में आमंत्रित किये जाते है. सभी सामग्री टाईप की हुई होनी चाहिए. हस्तलिखित सामग्री स्वीकार्य नहीं होगी. ग्रंथ समालोचना हेतु प्रकाशन की दो प्रतियाँ प्रेषित की जा सकती है. સંપાદક, સંવધિ, ला. द. भारतीय संस्कृति विद्यामंदिर, नवरंगपुरा, अहमदाबाद ३८०००९, Idindology@gmail.com Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152