________________
124 મહેન્દ્રકુમાર એ. દવે
SAMBODHI છે. ત્યારે સીતા ભયપૂર્વક કહે છે કે “આર્યપુત્ર ! આ શું? હે વનદેવતા ! હે મા ! લક્ષ્મણનું રક્ષણ કરજો. ખરેખર આ આઠમો અર્ધ ચક્રવર્તી લક્ષ્મણ, પિતાએ આજ્ઞા ન કરી છતાં મોટાભાઈના સ્નેહથી તમારી પાછળ વનમાં આવ્યો છે. ત્યારે લક્ષ્મણના પરાક્રમથી વાકેફ રામ સીતાને નિશ્ચિત રહેવાનું જણાવે છે. આમ અવલોકિનીનો પ્રયાસ પણ નિષ્ફળ જતાં વિરાધને રાવણે માય એવા કપટ સમાચાર લઈ શબૂક આવે છે, રાવણ હર્ષ સાથે તેને વધાવે છે. આ સાંભળી રાવણની સહધર્મચારિણીના વેશમાં રહેલ પ્રહસ્ત અગ્નિમાં પ્રવેશવાનું કહી વનપ્રદેશમાં મૂકેલા અલંકારો યોગ્ય પાત્રને આપવાનું કહેતાં - પરસ્ત્રી સાથે જવા રામ સંમત થતા નથી. બીજી બાજુ સીતા પણ તેની સાથે એકલી જવા તૈયાર નથી. ત્યારે તે પત્રલેખા (પ્રહસ્ત) જ એકલી જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ યોજનામાં પણ રાવણને નિષ્ફળતા જ સોંપડે છે, ત્યાં જ પ્રહસ્ત દ્વારા નેપથ્યમાંથી ખર દ્વારા થતું પરાક્રમ કહેવામાં આવતાં હવે લક્ષ્મણ હારી ગયો હોવાનું જાણી રામ સીતાને વનદેવતાના શરણે મૂકી ધનુષ્ય લઈને જતાં કપટી રાવણનો માર્ગ ખુલ્લો થઈ જાય છે અને સતી એવી સીતાને તે સાવધાન રીતે ઉપાડી શકવાનું યોગ્ય ન માનતાં તે ઊંચા સ્તરેથી ત્રાડ પાડી કહે છે કે “હે શુદ્ર મ્લેચ્છ પત્ની ! વડીલ રહિત તું તારા કોઈક ઈષ્ટદેવતાને યાદ કર. હાલતા વજની રમતથી હથેળી ઘાયલ છે તેવા તે ઇન્દ્ર પણ તને બચાવી શકશે નહીં. શબૂકના વધથી જેનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે તેવો આ અધમ માણસોનો યમરાજ પર તારું મસ્તક રૂની જેમ ઉંચકી લેશે.” આ સાંભળતાં જ મૂછિત થઈ ગયેલી સીતાનું અપહરણ કરી રાવણ તેને પુષ્પક વિમાનમાં લઈ જાય છે. સીતા ચેતનામાં આવતાં આક્રંદ કરી બચાવવાના પોકાર કરે છે.
જ્યારે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના સાતમા પર્વના પાંચમા સર્ગમાં આપેલ સીતાહરણ પ્રસંગમાં સ્ત્રી રત્ન સમી લાવણ્યવતી એવી સીતાને જો તું મેળવીશ નહીં તો તું રાવણ જ નથી. એવી પોતાને નહીં સ્વીકારવાના તથા પુત્રવિયોગના દુઃખથી ઉશ્કેરનાર ચન્દ્રણખાનાં વિધાનો માત્રથી જ છકી જઈ રાવણ પુષ્પક વિમાનમાં બેસી જાનકી પાસે આવ્યો પણ ત્યાં ઉગ્ર તેજવાળા રામને જોતાં જ અગ્નિથી જેમ વાઘ ભય પામે તેમ રાવણ ભય પામી તેનાથી દૂર જઈ ઊભો રહ્યો તથા તે વિચારવા લાગ્યો કે “અહીં આવા અતિ ઉગ્ર રામ અને તેમની પાસેથી સીતાનું હરણ કરવું તે એક તરફ વાઘ અને એક તરફ નદી જેવું મહાકષ્ટદાયક છે. ત્યારબાદ તત્કાલ અવલોકિની વિદ્યાનું સ્મરણ કરી દાસીની જેમ અંજલિ જોડી ઊભી રહેલ અવલોકિનીને “તું મને સીતાના હરણ કરવાના કાર્યમાં સહાય કર’ એવું કહેતાં તે બોલી કે
વાસુકિ નાગ પરથી રત્ન લેવા કરતાં પણ આ અઘરું કાર્ય છે. પણ એક ઉપાય છે કે જ્યારે લક્ષ્મણ યુદ્ધ કરવા ગયા ત્યારે સંકટ સમયે પોતાને સિંહનાદ કરી જાણ કરવાનું કહેલું છે તે મુજબ રાવણે તેને કહેતાં તે દેવીએ દૂર જઈ લક્ષ્મણ જેવા અવાજમાં સિંહનાદ કર્યો. સિંહનાદ સાંભળી રામ સંભ્રમથી વિચારમાં પડ્યા કે ““હસ્તિમલ્લ જેવા મારા અનુજ બંધુ લક્ષ્મણના જેવો જગતમાં કોઈ પ્રતિમલ્લ નથી, લક્ષ્મણને સંકટમાં પાડે તેવા પુરુષને હું જોતો નથી. તેમ છતાં આ સિંહનાદ પ્રથમ કરેલ સંકેત પ્રમાણે બરાબર સાંભળવામાં આવે છે ત્યારે તર્ક વિતર્કથી વ્યસ્ત મનવાળા રામ પ્રત્યે વાત્સલ્ય હૃદયી સીતા લક્ષ્મણના સંકટમાં વિલંબ ન કરવા કહે છે. આવા સીતાનાં વચનથી અને સિંહનાદથી પ્રેરાયેલા રામ અપશુકનને પણ નહીં ગણકારતાં તરાપૂર્વક જાય છે ત્યારે રુદન કરતાં જાનકીજીનું રાવણ બળપૂર્વક હરણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org