Book Title: Sambodhi 2011 Vol 34
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 132
________________ રામાયણ, રઘુવિલાસ તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મુજબ સીતાહરણ' મહેન્દ્રકુમાર એ. દવે મહર્ષિ વાલ્મીકિના કરકમળ વડે સુશોભિત બની જનસમાજમાં આગવી ચેતનાનું પ્રતિપાદન કરાવનાર “રામાયણ'ના દરેક પ્રસંગોમાં મહાકવિરાજની વિશેષ વર્ણનશક્તિ મોહિત કરી દે તેવી પુરવાર થઈ છે. આ “રામાયણ'ના અગમ્ય છતાં શ્રેષ્ઠતા ધરાવતા “સીતાહરણ' પ્રસંગમાં કવિની માર્મિક તથા સુંદર કળા દૃષ્ટિગોચર થાય છે, આ પ્રસંગ જ રાવણનું મૃત્યુ રામને હાથે કરાવવા નિમિત્ત પણ બન્યો છે. એટલું જ નહીં આ પ્રસંગથી રામના સમગ્ર જીવનમાંથી જાણે કે ચેતના હણાઈ ગઈ હોય તેવો એકલતાનો અહેસાસ જાગૃત થઈ આવે છે. આવા રામાયણના મહત્ત્વના પ્રસંગ એવા “સીતાહરણ'ની રામચન્દ્ર કૃત “રઘુવિલાસ' તથા હેમચન્દ્રાચાર્ય કૃત “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત' મુજબ સમીક્ષા કરીશું. રામાયણ' મુજબ રામ-લક્ષ્મણથી મોહિત શૂર્પણખાને રામ-લક્ષ્મણ ન સ્વીકારતાં તે ખીજાઈને સીતા પર હુમલો કરવા જતાં રામની આજ્ઞાથી તેને સજા કરવા લક્ષ્મણે તેના નાક-કાન કાપી નાખ્યા. આથી તેના પિતરાઈ ભાઈ ખરને શૂર્પણખાએ આ અંગે જણાવતાં તેણે પહેલાં ચૌદ રાક્ષસો મોકલ્યા બાદ ચૌદ હજારની સેના સાથે તે ગયો પણ તમામનો રામે એકલા હાથે સંહાર કરી નાખ્યો. સીતાહરણ પ્રસંગમાં પાયારૂપ બનનાર આ પ્રસંગને હેમચન્દ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચન્દ્ર “રઘુવિલાસ'માં વર્ણવ્યો છે. શબૂક નામનો પુત્ર સૂર્યહાસ નામના દેવતાથી અધિઠિત બની વાંસના જાળામાં બેસી દરરોજ આરાધના કરતો હતો. ફરતાં-ફરતાં લક્ષ્મણે રમત-રમતમાં સૂર્યહાસને લઈને વાંસના જાળાને છેદતાં શબૂકનું માથું છેદાઈ ગયું. અહીં વૈનતેય દ્વારા ક્રોધિત ચન્દ્રણખાને શખૂકવધ અંગે સમાચાર અપાય છે. તથા પ્રત્યંજન પુત્રને ખોળવા આવેલી ચન્દ્રણખાના ચારિત્ર્યનો રામ-લક્ષ્મણે ભંગ કર્યો હોવાની લોકવાયકા વિશે જણાવે છે. જેને જાણીને તાપસે આ લોકવાયકા ખોટી હોવાનું કહી ચન્દ્રણખાની પ્રાર્થનાને અવગણતાં તે રાક્ષસીએ બૂમરાણ કરી હોવાનું જણાવી રામ-લક્ષ્મણની પ્રતિષ્ઠાને જીવંત રાખી છે. જ્યારે “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત મુજબ પાતાળ લંકામાં ખર તથા ચન્દ્રણખાના શબૂક અને * હેમચન્દ્રચાર્યના નેશનલ સમારોહમાં તારીખ-૮-૨-૨૦૦૮ ના રોજ પાટણ મુકામે રજૂ કરેલ લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152