Book Title: Sambodhi 2001 Vol 24 Author(s): Jitendra B Shah, K M Patel Publisher: L D Indology AhmedabadPage 45
________________ વસન્તકુમાર મ. ભટ્ટ SAMBODHI સખીઓ રાકુન્તલાને પતિગૃહે મોકલવા માટે તૈયાર કરી રહી છે. ત્યાં ઋષિકુમારો વસ્ત્રાલંકારો લઈને આવી પહોંચે છે. તેઓ જણાવે છે કે કાશ્યપે વનનાં વૃક્ષો પાસેથી શકુન્તલાને માટે પુષ્પો લઈ આવવા અમને મોકલ્યા હતા, ત્યારે વનસ્પતિમાંથી વનદેવતાએ હાથ બહાર કાઢીને ફૂલવસ્ત્રો, લાક્ષારસ અને અલંકારો વગેરે માંગલ્યસામગ્રી અર્ધી છે !“અહીં નિસર્ગકન્યા શાકુન્તલાને શણગારવા નિસર્ગ સમુઘત થાય છે. પ્રકૃતિ જાણે એક પાત્ર બની રંગભૂમિ ઉપર રજૂ થાય છે એવું ચિત્ર આપ્યા પછી કવિએ તપોવનવૃક્ષોને સંબોધીને એક શ્લોક મૂક્યો છે - पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् । आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायताम् ॥१९॥ જે પ્રકૃતિએ શાકુન્તલાને રાણગારવા મંગલસામગ્રી આપી હતી, તેના પ્રત્યે રાકુન્તલાને કેવો અદ્ભુત ભાવ હતો તેને આમાં શબ્દબદ્ધ કરવામાં આવેલ છે. પતિગૃહે સંચરતી શાકુન્તલાને અનુમતિ આપવા પ્રકૃતિને કવમુનિએ જે વિનંતી કરી, તેના પ્રતિસાદરૂપે તરત જ નેપથ્યમાંથી કોકિલરવ સંભળાય છે અને આકાશવાણી પણ થાય છે કે रम्यान्तरः कमलिनीहरितैः सरोभिश्छायाद्रुमैर्नियमितार्कमयूखतापः। भूयात् कुशेशयरजोमृदुरेणुरस्याः शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः ॥२०॥ માનવ અને પ્રકૃતિ વચ્ચેનું આવું આત્મીયતાભર્યું નિરૂપણ જગસાહિત્યમાં માત્ર વિરલજ નહીં, પણ અજોડ પણ છે. આ પણ શાકુન્તલની (૪થા અંકની) અપૂર્વ નવીનતા છે ! અનેક સદીઓના અને વિભિન્ન પ્રદેશોના સાહિત્યરસિકોએ અ...ને પીનઃ પુજેન માણ્યું છે અને જે એક સાધારણ અનુભૂતિ મેળવી છે તેને આ રીતે શબ્દબદ્ધ કરવામાં આવી છે : काव्येषु नाटकं रम्यं, तत्रापि च शकुन्तला । तत्रापि च चतुर्थोऽङ्कस्तत्र श्लोकचतुष्टयम् ॥ પરંપરાગત આ શ્લોકમાં પણ અ.સ.ના ૪થા અંકને જ એની નવીનતા અને અપૂર્વતા માટે અધોરેખાંક્તિ કરવામાં આવેલ છે. પ્રાસંગિક રીતે આ શ્લોકના અનુસંધાને, એ મુદ્દો પણ અત્રે વિચારણીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162