________________
SAMBODHI
102
ડો. કોકિલા એચ. રાહ સાધના પછી પણ નથી પહોંચી શક્તો. ત્યારે ભક્તહૃદયને કહેવાનું મન થઈ જાય
“મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે મલક જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.” શ્રી દેવચંદ્રજી કહે છે
ભલું થયું મેં પ્રભુગુણ ગાયા રસના ફળ લીધો છે.” રાજચંદ્ર ભક્તિની મહત્તા બતાવતાં કહે છે
“નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે
મન તાપ ઉતાપ તમામ મટે.” આમ ભક્તિ એ પરમ આનંદનું બીજ છે. જિનેશ્વરને વંદના દ્વારા તેમના ગુણોનું સ્વમાં પ્રગટીકરણ કરવું તે સર્વોત્કૃષ્ટ પૂજન છે.
જૈન સાધનામાં ભક્તિયોગને વિશિષ્ટ સ્થાન છે તેથી જૈન દર્શન જિનેશ્વર કે અરિહંત, પરમાત્મ તત્ત્વને સુસંગત રીતે સ્વીકારે છે, તેમાં શ્રદ્ધા રાખે છે અને ભક્ત-સાધક એની આરાધના અને ઉપાસના કરે છે. જૈન તીર્થધામો અને રમણીય પ્રાચીન તેમ જ અર્વાચીન જિનમંદિરો જૈનોની ભક્તિનો પ્રત્યક્ષ પુરાવો છે.. ભક્તિની ગહન ફિલસૂફી આ જ ભાવ પ્રગટ કરે છે કે તીર્થકરોની ઉત્કૃષ્ટ ભક્તિ કરનાર તીર્થંકર બને છે. માનસશાસ્ત્રનો નિયમ છે કે જે વસ્તુનું વારંવાર શ્રવણ, મનન, ચિંતન કરવામાં આવે તો તે વસ્તુની પ્રાપ્તિ થાય છે અને ધ્યાન જો પરાકાષ્ટાએ પહોચે તો આત્મા જેનું ધ્યાન ધરે તે રૂ૫ બની જાય છે. અને સાધક આત્મા સો પરમાત્મા’ની ઉક્તિનો સાક્ષાત્કાર કરે છે. ટૂંકમાં, ભક્તિ દ્વારા ગુણસ્થાનક્ની ક્ષપક શ્રેણીએ આત્મા પહોંચી અંતિમલક્ષ સાધ્ય કરી શકે છે.
જેન સાધનામાં શુભ ભાવનું મહત્ત્વ છે–આચારાંગ સૂત્રમાં કહ્યું છે. જ્યાં શુભ ભાવ છે ત્યાં આશ્રવના સ્થાન છે તે પણ સંવરના સ્થાન બની જાય છે. હોત આસવા પરિસવા નહિ ઇનમે સંદેહ.” ભગવતીસૂત્ર શતક ૧૨માં કહ્યું છે જ્યાં શુભ યોગોની પ્રવૃત્તિ છે ત્યાં અર્થાત્ જ્યાં શુભ ચિત્ત, શુભભાવના છે તે સંવર જ છે. આથી જ જ્ઞાની પુરુષો કહે છે કે આ અવસર્પિણીકાળમાં મોટામાં મોટો ધર્મ તો શુભ ભાવ જ છે ભક્તિના ફલસ્વરૂપે ચિત્ત શુભ બને છે. ચૈત્યવંદન સૂત્રમાં ભક્તિની આર્દ્રતા જ્ઞાન સાથે જોવા મળે છે.
મૂળ ચૈત્યવંદનસૂત્ર તો સાવ નાનું છે. નાનાં નાનાં આઠ સૂત્રો-જે માત્ર ત્રણચાર પાનામાં સમાઈ જાય. પણ તેના પર વિસ્તૃતગ્રંથ શ્રી હરિભદ્રસૂરિએ અપૂર્વ તત્ત્વમંથન કરી રચ્યો છે જે ‘લલિત વિસ્તરા’ કૃતિ તરીકે જોવા મળે છે. મૂળ ચૈત્યવંદન સૂત્રમાંના અષ્ટ સૂત્રો નીચે પ્રમાણે છે :
(૧) નમુત્યુર્ણ-શક્કસ્તવ પ્રણિપાતકકસૂત્ર (૫) પુખરવરદી (૨) અરિહંત ચેઈયાણ
(૬) સિદ્ધાણં બુદ્ધાણં (૩) અન્નત્ય કાયોત્સર્ગસૂત્ર
(૭) વૈયાવચ્ચયરાણ (૪) લોગસ્સ ચતુર્વિરાતિસ્તવ
(૮) જયવીયરાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org