Book Title: Sambodhi 2001 Vol 24
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 154
________________ 149 Vol. XXIV, 2001 REVIEW પ્રસ્તુત પુસ્તકમાં નાનાંમોટાં કુલ સાત પ્રકરણો છે. તે સાથે અંગ્રેજીમાં બે પરિશિષ્ટ છે અને ધર્મતત્ત્વજ્ઞના આરૂઢ અભ્યાસી અને અન્વેષક પ્રાધ્યાપક ડૉ. નગીનભાઈ શાહની વિસ્તૃત પ્રસ્તાવના છે જે એક સ્વતંત્ર પ્રકરણનું કાઠું ધરાવે છે. પ્રકરણો આ મુજબ છે : (૧) માનેકાન્ત : ઉદ્દય, અર્થ અને ઉપયોગ, અન્ય ધર્મો અને વર્તમાન સમસ્યાઓના સંદર્ભમાં, ચંદ્રહાસ ત્રિવેદી, પૃષ્ઠ ૧ થી ૩૬. ગ્રંથનું આ સહુથી મોટું અને વિશેષ ઉપયોગી પ્રણ છે. (૨) અનેકાન્તવાદ : ફ્રાન્તા મહાવીરનું વિશેષ પ્રદાન, મલુાંદ ૨. શાહ, પૃષ્ઠ ૩૭ થી ૪૩. પ્રકરણશીર્ષક સૂચિત તેમ અનેકાન્તવાદ એ મહાવીર સ્વામીનું યોગદાન છે. (૩) અનેકાન્તવાદની ઉપયોગિતા, પ્રવીણભાઈ સી. શાહ, પૃષ્ઠ ૪૪ થી ૫૮. સરળ ભાષામાં અનેકાન્તની વ્યવહારમાં ઉપયોગિતા દર્શાવી છે. (૪)(૫)(૬)(૭)-આ ચાર પ્રકરણો સંપાદક શ્રી નવીનભાઈ શાહનાં છે : કાવ્યમય અનેકાન્તદષ્ટિ, પૃ. ૫૯-૭૧; સામેની વ્યક્તિના દષ્ટિબિંદુને સમજવાની કળા, પૃ. ૭૨ થી ૭૭; સત્ય-દર્શનની કળા અથવા અસ્તિત્વ પારખવાની દષ્ટિ, પૃષ્ઠ ૭૮ થી ૮૨ અને અનેકાન્તવાદ : : ફ્ળા અને વિજ્ઞાન, પૃષ્ઠ ૮૩-૮૪, ઉપરાંત બબ્બે કૃષ્ણનાં બે પરિશિષ્ટ સેમિનાર માટેની સમજૂતી અને સૂચિત મુદ્દાઓની યાદી છે. આમ આશરે સો પૃષ્ઠની મર્યાદામાં સંપાદઙે અનેકાન્તવાદના સિદ્ધાંતને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર પુસ્તકનું આયોજન ઊતરતી સોપાનશ્રેણી સમું છે. ડૉ. નગીનભાઈ લિખિત પ્રવેશક અનેકાન્તવાદને સમજાવતો ઘણો ઊંચી ક્ક્ષાનો આલેખ છે: વિચાર, ભાષા અને રજૂઆતની દૃષ્ટિએ ડૉ. નગીનભાઈ શાહનું આલેખન સામાન્યજણની પહોંચ બહારનું છે; પણ અન્વેષકો અને અભ્યાસીઓ માટે ‘વસાણા’ સમાન, ક્હો કે પ્રેરણાતીર્થ પ્રકારનું છે. એમના હેવા મુજબ : અનેકાન્તવાદ જૈન દર્શનનો કેન્દ્રવર્તી સિદ્ધાન્ત છે, જૈન દર્શનનો પાયો છે. આમ ક્હીને તેમણે અનેકાન્તવાદનો અર્થ વસ્તુમીમાંસાશાસ્ત્રીની દૃષ્ટિએ, જ્ઞાનમીમાંસારાસની દૃષ્ટિએ, તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સમજાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. એમના મત મુજબ અહિંસામાં અનેકાન્તવાદનાં મૂળ રહેલાં છે. આથી તેઓ લખે છે કે વૈચારિક કે બૌદ્ધિક અહિંસા કે સહિષ્ણુતા અનેકાન્તદષ્ટિનો પર્યાય છે. આમ, આચાર વિચાર અને વ્યવહારમાં અહિંસાનું પાલન થાય એવું ધ્રુવસૂત્ર ડૉ. નગીનભાઈને અભિપ્રેત છે, જે ખૂબ જ સૂચક અને સમયસરનું છે; ખાસ કરીને જ્યારે જૈનોના વિવિધ ફિરકાઓમાં મતભિન્નતા અને તીવ્ર આત્મલહ પ્રવર્તમાન છે ત્યારે. આથી એમનું સ્પષ્ટ સૂચન છે કે જૈનો જો આંતરિક ભિન્ન મતોનો વિરોધ સમાવી સમન્વય ન કરી શકે તો તેમના અનેકાન્તવાદની નિષ્ફળતા કહેવાય. અનેક વિચારધારાઓ દર્શનો ધર્મો વિશે જાણીશું નહીં તો અનેકાન્તવાદ નિષ્પ્રાણ બની જશે એવી સૂચક પણ માર્મિક ટકોર કરે છે. શ્રી ચંદ્રહાસભાઈનું અન્ય ધર્મો અને વર્તમાન સમસ્યાઓના સંદર્ભમાં અનેકાંતના સિદ્ધાન્તનાં ઉદય, અર્થ અને ઉપયોગિતાને સમજાવતું આલેખન ઘણું ઉપાદેયી ગણાવી શકાય. છત્રીસ પૃષ્ઠો સુધી વિસ્તરતો એમનો આલેખ અનેકાન્તવાદના સિદ્ધાન્તને તાત્ત્વિક રીતે પણ સરળ અને સહજ રજૂઆત મારફતે તથા વિવિધ પણ યથાર્થ દષ્ટાન્તો વડે સમજાવી જાય છે. એમના કહેવા મુજબ ઃ અનેકાન્ત ત વિચારની વસ્તુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162