Book Title: Sambodhi 2001 Vol 24
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 157
________________ 152 SAMBODHI જશે. કરુણાભાવથી અને પ્રેમથી તમે બીજાના દિલને જીતી શક્યો. વ્યવહારમાં તમે શાંતિ અને સુખ તથા આનંદ સ્થાપી શકશો. (૭૭) તેઓ વધુમાં જણાવે છે : અનેકાન્તવાદની દષ્ટિ જ્યારે કેળવાય છે ત્યારે એકાંતવાદ, હઠાગ્રહ, મિથ્યાત્વ અને અજ્ઞાનનો અંત થાય છે. સત્યદર્શન આપોઆપ થાય છે. હોશિયારી, શાણપણ અને પ્રજ્ઞા ખીલે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર મળે છે. અહિંસક વિચારરેલી પેદા થાય છે. આત્મોન્નતિ થાય છે. (આમ) અનેકાન્તવાદ શાંત અને સુખી જીવન જીવવાની કળા શીખવે છે. (૮૨) આમ, પ્રસ્તુત પુસ્તકમાં સંપાદકે અન્વેષથી આરંભી સામાન્ય જણને ઉપયોગી બની શકાય એવા ક્રમે અનેકાન્તવાદનાં પ્રકરણોનું આયોજન કર્યું છે. આ દષ્ટિએ આ નાનપું પુસ્તક અનેકાન્તવાદ જેવા સક્ષમ અને તાત્ત્વિક વિચારને સમજવા સારું સારું પાથેય પૂરું પાડે છે. વિશ્વવિચારમાં જન ચિંતકોએ અને સારો તો ભારતીય સંસ્કૃતિએ કરેલું મહત્તમ પ્રદાન છે અનેકાન્તવાદનું, જેનો પાયો સ્યાવાઇ છે. પ્રસ્તુત પ્રદાન પૃથક્કરણાત્મક છે અને સંશ્લેષાત્મક છે. પૃથક્કરણની એની પદ્ધતિ નયવાદમાં નિહિત છે. નયવાદ એટલે સત્ય અથવા વાસ્તવિક્તા, જે ખૂબ જ જટિલ અથવા સંકુલ છે અને તેથી તેને ઘણાં પાસાં છે. આ બધાં પાસાં દશ્ય નથી તેમ સમીક્ષિત નથી. સંપૂર્ણ વાસ્તવિક્તા આપણને દશ્યમાન છે એવો ભાસ થાય છે અને સીમિત જ્ઞાનથી તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઉપરાંત આપણા પોતાના વ્યક્તિગત પૂર્વગ્રહો અને પક્ષપાતી વલણો છે. આમ એક તરફ જેની આપણે સમીક્ષા કરવાની છે તેનાં ઘણાં પાસાં છે; તો બીજી બાજુ માણસ જે પદાર્થને સમીક્ષિત કરવા ઇચ્છે છે તે વિરો તેને મર્યાદિત જ્ઞાન છે, સમજશક્તિ સીમિત છે અને પૂર્વગ્રહોથી મંડિત છે. આથી આપણે કેવી રીતે જે તે પદાર્થનું સાચું અને સર્વગ્રાહી પરિણામ કે પરિમાણની અપેક્ષા રાખી શકીએ એવો પ્રશ્નાર્થ નયવાદ કરે છે. તો પછી કોઈ વસ્તુની સમીક્ષા કરવાની પદ્ધતિ કઈ ? ઉત્તર છે સ્વાવાદનો સિદ્ધાન. વિભિન્ન પાસાંનો સમન્વય કરવાનો પ્રયાસ સ્વાવાદ કરે છે જે વડે સત્ય અથવા વાસ્તવિક્તા જોઈ શકાય છે અને પ્રત્યેક પાસાને યોગ્ય સ્થાન સંપડાવી આપે છે જેથી પદાર્થનો સંપૂર્ણ પક્ષ પામી શકાય છે. આથી સ્યાદ્દવાદની દષ્ટિએ પ્રત્યેક દષ્ટિબિંદુથી વસ્તુની સત્યતા સુધી પહોંચી શકાય છે. સ્વાવાદ આમ સંભવિતપણાનો ઝોક દર્શાવે છે. તે મુજબ પ્રત્યેક કવયિતવ્યને ત્રણ રાજ્યતાઓ છેઃ સ્યાદ્દ અસ્તિ, સ્યાદ્દ નાસ્તિ અને સ્યાદ્ અવ્યક્ત”. આથી આગળ વધી બીજી ચાર સંભવિતતાઓ તે રજૂ કરે છે : સ્યાદ્દ અસ્તિનાસ્તિ સ્યાદ્દ અસ્તિ અવ્યક્ત, સ્યાહૂ નાસ્તિ અવ્યક્ત અને સ્યા અસ્તિનાસ્તિ અવ્યક્ત. આને સપ્તભંગીથી આ કારણે ઓળખાવાય છે, જેના વિનિયોગથી સત્યની નજીક પહોંચી શકાય છે. આ બધાં વિવિધ પાસાંઓનું યોગ્ય સંશ્લેષણ અનેકાન્તવાદથી શક્ય છે. આમ અનેકાન્ત ચાવાદને વ્યવહારુ આકાર આપે છે. ટૂંકમાં કોઈ પણ રાકયતાને અસત્ય કહી નકારો નહીં અને કોઈ એક જ રાજ્યતાને સ્વીકારશો નહીં. રાજ્યતા સંભવતઃ આંશિક સત્ય હશે જેને પોતાનું સ્થાન હોય છે. તે એકાંત છે. તેથી ઈચ્છિત બાબત એ છે કે ઉપલબ્ધ બધાં જ આંશિક સત્ય એકત્રિત કરો અને પછી તેનો સમન્વય સાધો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162