________________
ડો. કોકિલા એચ. શાહ
SAMBODHI
તત્ત્વોની સ્થાપના કરવી અને અંતે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવામાં સહાયરૂપ બનવું. આમ, આ કૃતિ દ્વારા ધર્મપુરુષાર્થ વડે મોક્ષપુરુષાર્થ સાધવાનો સંદેશ છે. તે માટે આ સૂત્ર દ્વારા આચાર્ય હરિભદ્રે ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા કરી છે. મુમુક્ષુ માટે ભક્તિ કલ્યાણકારી છે. ભક્તિથી હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાંથી નિવૃત્તિ થાય છે કારણ કે જેની ભક્તિ કરવામાં આવી છે તે હિતમાં પ્રવર્તેલા છે, અર્હત્ ભગવંતોએ રાગદ્વેષાદિ આદિ અંતરંગે શત્રુને જીતેલ છે તેથી તેઓ સાધકના પૂજ્ય છે, વંદન કરવા યોગ્ય છે. વળી તેમણે ચાર ઘાતીકર્મોનો નાશ કરી અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે. શુદ્ધ આત્મસ્વભાવનું પ્રગટીકરણ તે જ્ઞાનાતિશય ગુણ છે. પરમાત્મપદ પામેલા પરમ આત્માઓ, તીર્થંકરો એમના પ્રભાવથી સર્વ જીવોનું કલ્યાણ કરી શકે છે અને તેથી ઉપાસ્ય છે. આચારંગસૂત્રમાં કહ્યું છે કે સમ્યક્દષ્ટિ જીવ પાપ કરતો નથી એવા દષ્ટિવાળા જીવો માટે વ્યવહારના ધોરી માર્ગનું વિધાન કરતા શાસ્ત્રકારોએ આત્મલક્ષી નિર્દેશ કર્યો છે. સમ્યક્દષ્ટ જીવાત્મા યતનાપૂર્વક સંસારના કોઈપણ કાર્ય કરે તો પણ તેનું અંતર મલિન થતું નથી. અને તે પાપ કર્મો બાંધતો નથી. યતના એટલે ઉપયોગ-એ જૈનતત્ત્વજ્ઞાનમાં સર્વસ્વ છે. એ ઉપયોગને જાગૃત કરવા માટે સતત પ્રયત્ન કરવો-એટલે જ પૂજા, ભક્તિ જિનેન્દ્ર સ્તુતિ આદિ કાર્યો કરવાં. જે દ્વારા શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ થઈ જ્ઞાયક પરિણતિ પ્રગટે છે.
100
અર્હત્ ભગવંત—જે ચૈત્યવંદનનો વિષય છે તે આ ગ્રંથનો પણ વિષય છે—અર્હત્ ભગવંત પરમ સુંદર છે. ‘સત્યં શિવં સુંદરમ્’ એવા આ લલિત વિષયથી ‘લલિત વિસ્તરા’ કૃતિ પણ તેવી જ સુંદર બને છે તેથી ‘લલિત વિસ્તરા’ નામ સાર્થક છે. અર્હત્ ભગવાનની કલ્યાણમૂર્તિ એ આ કૃતિનો વિષય છે. મૂર્તિની સુંદરતા વિરો આનંદઘનજી કહે છે –
‘અમિયભરી મૂરતિ રચી રે ઉપમા ન ઘટે કોય શાંત સુધારસ ઝીલતી રે નિરખત તૃપ્તિ ન હોય.’
ભગવાનની પ્રતિમા મંગલમય છે, ચૈતન્યનું પ્રતિબિંબ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વરૂપસ્થ સહજાત્મસ્વરૂપીને વંદન તે ચૈત્યવંદન.
વંદન બે પ્રકારના છે :
(૧) દ્રવ્ય ચૈત્ય-એટલે પ્રતિમારૂપ શાંતમૂર્તિને દ્રવ્યો વડે વંદન. પણ નમસ્કાર માત્ર હાથ જોડવાની ક્રિયા નથી. એથી વિરોષ છે.
(૨) ભાવચૈત્ય-પ્રભુને વંદન એટલે તેઓના નિર્મળ આત્મસ્વરૂપ તરફ લક્ષ કેન્દ્રિત કરવું. ભાવચૈત્ય એટલે પ્રભુસ્મરણ દ્વારા સહજ આત્મસ્વરૂપ સાથે એકતા અનુભવવી—હૃદયમાં અભેદની ભાવના કરવી. અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવું જેનાથી મોક્ષફળસિદ્ધિ થાય છે.
હકીકતમાં, જિનેશ્વર ભગવંતોમાં ચિત્ત લગાવવું એ જ મોટું ફળ છે. પછીનું કાર્ય આપણે કરવાનું નથી. તેના સ્વભાવથી જ તે થાય છે. તેથી જ કહ્યું છે ‘જિનભક્તિ ગ્રહો તરુપ અહો’-જે ભક્તિ દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org