________________
શ્રી હરિભદ્રાચાર્ય પ્રણીત લલિતવિસ્તરા’ ટીકા
ડો. કોકિલા એચ. શાહ
મહા તત્ત્વજ્ઞાની યોગાચાર્ય, દાર્શનિક, આર્ષદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રસૂરિ ભક્તશિરોમણિ તરીકે પ્રખ્યાત છે. ચૌદસો જેટલા ગ્રંથોના આ મહાન સર્જક અસાધારણ કોટીના Literary giant હતા. ચૈત્યવંદનસૂત્ર પર આચાર્ય હરિભદ્ર લખેલી જનતત્ત્વજ્ઞાનથી સભર ભક્તિનો મહિમા સમજાવતી સરસ અયુક્ત લલિતવિસ્તરા નામની કૃતિ સુપ્રસિદ્ધ છે જેમાં ભક્તિમાર્ગની મહાપ્રતિષ્ઠા કરાઈ છે.
જૈન સાધનામાં ભક્તિયોગને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જૈનદરનની ઈશ્વરના સ્વરૂપ વિશેની અને પરમાત્માપદ વિશેની પોતાની આગવી વિચારણા છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર કોઈ જગતર્તા નથી. વિશ્વ અનાદિ અને અનંત છે. તે વ્યવસ્થિત રીતે નિયમને આધીન ચાલે છે. આત્માનો શુદ્ધ સ્વભાવ એ જ ઈશ્વર છે, પરમાત્મા છે. પરમાત્મપદને પામેલા પરમ આત્માઓ આ વિશ્વનું સર્જન કે સંચાલન કરતા નથી, પરંતુ તેઓ પોતે જે ધન્ય અવસ્થાને પામ્યા છે તે આત્માની શુદ્ધ અવસ્થા પામવાનો અનુભવસિદ્ધમાર્ગ જગતને બતાવે છે. જૈન ધર્મમાં આવા પરમાત્માઓ આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. જૈન પરિભાષામાં એમને જિન, તીર્થકર કે અરિહંત કહેવામાં આવે છે. રાજચંદ્ર કહે છે તેમ પામ્યા શુદ્ધ સ્વભાવને છે જિન તેથી પૂજ્ય’. આથી તીર્થકર કે જિન એ ઈશ્વર છે, ઉપાસ્ય છે. ઈશ્વરની ઉપાસના આપણી પોતાની ચિત્તશુદ્ધિ માટે છે સર્વદુઃખકારણ રાગદ્વેષને દૂર કરવા માટે વીતરાગી પરમાત્માનું અવલંબન લેવું આવશ્યક છે એમ પણ કહ્યું છે. જીનસે ભાવ બિનુ કબુ નહિ છૂટત દુઃખ દાવ - (રાજચંદ્ર) તેમની ભક્તિના પરિણામસ્વરૂપ આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે રાગદ્વેષની વૃત્તિઓ શાંત થવા માંડે છે. આ ઈશ્વરપૂજનનું તાત્ત્વિક ફળ છે-સ્વરૂપરૂપનું જ્ઞાન થવું. આનંદઘનજી કહે છે-‘ચિત્તપ્રસન્નરે પૂજન ફલ કહ્યું. આમ મનની વૃત્તિઓને શુભ બનાવવાનું અને એ દ્વારા આત્મવિકાસ સાધવાનું તથા સુખશાંતિ પ્રાપ્ત કરવાનું પ્રશસ્ત સાધન ભગવદ્દ ઉપાસના છે. પરમાત્માની ઉપાસનાનું આ ફળ ઉપાસક સ્વયં પોતાના આધ્યાત્મિક પ્રયત્નથી જ પ્રાપ્ત કરે છે. ધાર્મિક અનુષ્ઠાનની વિશેષતા એ છે કે તેના પ્રેરક તીર્થંકર હોય પણ તેના બતાવેલ માર્ગે જવાનું કામ તો સાધકનું જ છે. અનંત આનંદના શાશ્વતધામ મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનથી થાય, ધ્યાનથી થાય અને ભક્તિભાવથી પણ થાય. ભક્તિ દ્વારા જીવ શુભ અધ્યવસાયની શ્રેણીએ ચડી જાય તો કેવલજ્ઞાન પણ થાય. રાજચંદ્ર તેમના કાવ્ય ભક્તિનો ઉપદેશમાં કહે છે તેમ ‘ભજીને ભગવંત ભવંત લાહો’ ભક્તિ કરતા ધ્યાનમાં લીન થઈ ભાવવિભોર થઈ આવરણ દૂર થાય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ શક્ય છે -‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસે' (રાજચંદ્ર) આ રીતે, પ્રત્યેક જીવ પરમાત્મા થઈ શકે છે જીનસો હી હૈ આત્મા’ - આ છે જૈન ધર્મની મૂળ વાત-પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org