________________
Vol. XXIV, 2001 શ્રી હરિભદ્રાચાર્ય પ્રણીત ‘લલિતવિસ્તરા’ ટીકા
99 ‘લલિત વિસ્તરા’ આ મહાકૃતિ આચાર્ય હરિભદ્રસૂરિ રચિત છે. આમ તો આ સુપ્રસિદ્ધ ચૈત્યવંદનસૂત્રવૃત્તિ છે જે ભક્તિમય અધ્યાત્મ તરફ આપણને લઈ જાય છે. અહંતુ ભગવાનની ભક્તિરૂપ હૈત્યવંદન લલિતવિસ્તરાનો વિષય છે. તેમની પરાભક્તિનું પ્રતિબિંબ પાડતી આકૃતિ જે દ્વારા રચયિતાની અપૂર્વ તત્ત્વદષ્ટિ પ્રગટ થાય છે, તેના અર્થગાંભીર્યને લીધે વિશિષ્ટ બની રહે છે. ચૈત્યવંદનસૂત્ર પરમઅર્થગંભીર જિનાગમનું અંગ છે. ચૈત્ય એટલે અહપ્રતિમા-જિનબિંબ તે પ્રત્યે વિધિપૂર્વક વંદનાર્થે પરમ અઈયુક્ત પદોનું સૂત્રણ તે ચૈત્યવંદન સૂત્ર. અને તેના અર્થનું વૃત્તિ એટલે કે વાડની પેઠે સંરક્ષણ કરતી કૃતિ એ “લલિત વિસ્તરા’ - અને તે પણ અર્ધયુક્ત છે. લલિત એટલે ‘પરમ સુંદર અને વિસ્તરા અર્થાત્ વિસ્તાર ગ્રંથ. અત્ ભગવાન જેવા પરમસુંદર વિષયનો તત્ત્વગુણગાનરૂપ વિસ્તારગ્રંથ લલિતવિસ્તરા છે જે ભક્તિરસથી સભર છે. વળી તે પરમ ઉપકારી છે કારણ કે ભક્તિ દ્વારા આત્માનુભવ કરાવવા સહાયરૂપ છે.
આ પ્રખ્યાત આચાર્યની આ ખ્યાતનામ કૃતિ સિદ્ધર્ષિ અંગેના રોમાંચક પ્રસંગથી ઓર વિખ્યાત પામી છે સિદ્ધર્ષિ, “શ્રી ઉપમિતિ ભવપ્રપંચ” -પરમ અભુત અલૌકિક મહારૂપક કથાના સર્જક છે. તેમને જૈન દર્શનમાં સ્થિર કરવાનું નિમિત્ત આ ગ્રંથ બન્યો હતો. તેઓ “ઉપમિતિ ભવપ્રપંચ’માં હરિભદ્રસૂરિ જે સિદ્ધર્ષિથી બે શતાબ્દી પૂર્વે થઈ ગયા તેને પરોક્ષગુરુ - ધર્મબોધકગુરુ' કહી બિરદાવે છે. અને તેમને ભક્તિભાવથી ભવ્ય અંજલિ આપતાં કહે છે-“જાણે નહીં બનેલો એવો ભાવિ બનાવ જાણીને જેણે ચૈત્યવંદન સંબંધિની લલિતવંદના મારા અર્થે નિમિત્ત કરી છે તે હરિભદ્રસૂરિને નમસ્કાર હો ! આમ સિદ્ધર્ષિ જેવા મહાત્માએ પણ હરિભદ્રની આ ‘લલિત વિસ્તરા' કૃતિનું ગૌરવ કર્યું છે.
ચૈત્યવંદનસૂત્ર જિનપ્રતિમાનું પ્રતિષ્ઠાપન કરે છે. જિનપ્રતિમા અર્થાતુ અહંતુ ભગવંતને નમસ્કાર તે ચૈત્યવંદન. ચૈત્યવંદનસૂત્ર ચૈત્યવંદનના ભાવને અર્ધયુક્ત પદોમાં સૂત્રિત કરે છે. આ ચૈત્યવંદનસૂત્રના અપૂર્વ તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરતી કૃતિ એટલે લલિતવિસ્તરા. સહુપ્રથમ, આ કૃતિમાં જિનવંદનાને મહત્ત્વની ગણી છે એ ધર્મપરત્વે મૂલભૂત વંદના છે. હવે પ્રશ્ન થાય છે. ધર્મ એટલે શું? મહાન યોગી ચિદાનંદજી કહે છે
ધરમ ધરમ જગ સહુ કહે પણ ન લહે તસ મર્મ
શુદ્ધધર્મ સમજ્યા વિના નવિ મીટ ભવ ભમ” ધર્મ એટલે અધ્યાત્મ. ધર્મ એટલે ચૈતન્ય તત્ત્વ, શુદ્ધ આત્મતત્ત્વની ઓળખ. ટૂંકમાં, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે થતી ક્રિયા. ધર્મ માનવીને આધ્યાત્મિક જીવન જીવવાનો પુરુષાર્થ કરવા પ્રેરે છે. મહાપુરુષોએ કહ્યું છે કે મનુષ્યજીવન મળ્યા પછી પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. વિષમ કાળમાં આત્માર્થ સાધવા જિનબિંબની પૂજા, ભક્તિ, ચૈત્યવંદન, જિનસ્તવન આદિ આવશયક કરણી સભ્યત્વના ગુણની પ્રાપ્તિ માટે મહત્ત્વની છે. આ ગુણ વ્યક્તિને મોક્ષપ્રાપ્તિ માટે ઉદ્યમી બનાવી શુભકાર્યમાં પ્રવૃત્ત કરાવે છે અને પાપપ્રવૃત્તિ તરફ ઉદાસીન બનાવી સ્વર્ગસુખ અને છેવટે સિદ્ધગતિ-અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવવામાં સહાયક બને છે. આ ગ્રંથનું પ્રયોજન છે જીવનને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ લઈ શુભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org