Book Title: Sambodhi 2001 Vol 24 Author(s): Jitendra B Shah, K M Patel Publisher: L D Indology AhmedabadPage 72
________________ Vol. XXIV, 2001 યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ કાંઈ નહીં તોય પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ અને ધાતુઓ વિશેનું જ્ઞાન જરૂર લાવ્યા હોત. પણ એમનું કોઈ નામોનિશાન ના રહ્યું. ઇતિ. Adelungના મત મુજબ કાશ્મિર માનવજાતનું પારણું છે. જો કે આ મત સ્વીકારાયો નહીં એવા ખ્યાલથી કે સંસ્કૃત અને ઝેન્ડ ભાષાઓ વચ્ચે આશ્ચર્યજનક સામ્યસંબંધ છે અને ભારતીયો તથા ઇરાનીઓનું મિલન સ્થાન બેક્ટ્રિઆ છે એવું વિચારવા તરફ વિદ્વાનો પ્રેરાયા.*A.H. Sayceના નિરીક્ષણ મુજબ : આર્યોની ભાષાઓમાં સંસ્કૃત અને ઝેન્ડ પૂર્વકાલીન છે એવી પૂર્વધારણાથી આર્યોના પ્રશ્નને મૂલવવાનો અંતિમ પુરાવો હાથવગો થયો; અને તેથી ઈન્ડોઇરાનિયનનું પારણું તે જ આર્યોનું પારણું હોવું જોઈએ. પ્રસ્તુત વિવાદના આરંભકાલે ભારત, અફઘાનિસ્તાન અને ઇરાન આર્યોનું માદરે વતન છે એવું બધા પશ્ચિમી અધ્યેતાઓએ સ્વીકાર્યું હતું. પરંતુ કમશઃ વિવાદનો ઝોક પશ્ચિમ તરફ થયો અને યુરોપીયોનું એક જૂથ એવું સબળ બન્યું કે જેમણે આર્યોના માદરે વતન તરીકે યુરોપનો કેટલોક ભૂભાગ અથવા આઈસલેંડ, સ્વીડન અથવા જર્મનીનો ઉલ્લેખ કર્યો. આમ આ વિવાદ પરત્વે પૂર્વ તરફથી પશ્ચિમ તરફનો વિચારણાનો ઝોક ભૂસ્તરવિદ્યા, સમાજમાનવશાસ્ત્ર, મસ્તિકવિઘા, પ્રાગૈતિહાસિક પુરાવિદ્યામાં થયેલાં વિશિષ્ટ શોધકાર્યોનું પરિણામ હતું. માનવમસ્તિષ્કવિઘાના ખરેખાંઓના જણાવ્યા મુજબઃ જેઓ વર્તમાને આર્યભાષાઓનો વિનિયોગ કરે છે તેઓ કોઈ એક જાતિના નથી પણ વિભિન્ન જાતિના છે; અને તે જ બધી જાતિઓ, જેઓ હાલ યુરોપના નિવાસીઓ છે, નવ્યપ્રસ્તરયુગના પ્રારંભના સમયથી, જ્યારથી જંગલી અશ્વ અને રેન્ડિયર સમગ્ર યુરોપમાં ભટક્તાં હતાં ત્યારથી, સતત ત્યાં વસતા આવ્યા હતા.' આર્ય-વિભાવનાને પ્રચારમાં લાવનાર જર્મન અગ્રેસરોએ અનુકલમાં ‘ઇન્ડો-જર્મન” અથવા “ઇન્ડોજર્મેનિક' રૂપનો વિનિયોગ રાર . તે પૂર્વે Thomas Youngએ “ઇન્ડો-યુરોપિયન્સ રૂપ ૧૮૧૫માં પ્રચાર્યું, જેને ઘણા વિદ્વાનોનો પ્રોત્સાહક પ્રતિભાવ પ્રાપ્ત થયો. જો કે આ રૂ૫ હજી આજેય પશ્ચિમમાં વપરાશમાં છે, અને વિદ્વાનો તેને ત્યજી દેવા તૈયાર નથી. થોમસના વિચારો સાથે સહમત Franz Boppએ પહેલું તુલનાત્મક વ્યાકરણ Asiatico European Languages વિરો પ્રગટ કર્યું. એમાં એણે જણાવ્યું કે: યુરોપ અને એશિયા વચ્ચે ભાષાકીય ઐકયથી એવું સૂચિત થાય છે કે આ ભાષાના ભાષકો એક જ પૂર્વજની સંતતિ છે. The primitire unity of speech points to the primitise unity of Race. આ વિધાનમાં વિલિયમ જોન્સની વિચારણાનો પડઘો સંભળાય છે. બીજા કેટલાક વિદ્વાનોના મત મુજબ એશિયાઈ ભાષાઓમાં સંસ્કૃત ભાષા અફઘાનિસ્તાન અને ઇરાનની ભાષાઓ સાથે વિરોષ સંલગ્નિત જણાય છે. જે પૂર્વ સમયના ઇતિહાસવિદો અને સમાજમાનવશાસ્ત્રીઓ તરફથી Racial typologyનો વિચાર વહેતો મૂકાયો ત્યારથી માનવજાતિના પ્રકાર-વર્ગીકરણ સારુ ભાષાવિજ્ઞાન માનદંડ તરીકે અમલી બન્યું. જર્મની બહારના દેશોમાં આર્ય-વિભાવનાએ અધ્યેતાઓની કલ્પનાનો કબજો મેળવી લીધો અને અન્ય લોકો એમાં સંકળાયા, જેમાં મુખ્ય છે ફ્રેન્ચ વિદ્વાન Joseph Ernst Renan અને એંગ્લો-જર્મન અધ્યેતા મેક્સ મુલર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162