Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ ઘરને, માર્ગને, આસનાદિ સર્વ નમસ્કાર હો ! નમસ્કાર હો !' (અં. ૬૭૪). એવી સાક્ષાત્ સમયસાર અનુભવ જાગ્રત દશા-સ્થિતિદશા જેને પ્રગટી હતી, એવા સાક્ષાત્ મદ આત્માનુભવસિદ્ધપણે આ અમૃત પત્રમાં (એ. ૭૭૯). સૌભાગ્યને આત્મજાગૃતિ અર્થે જણાવ્યું છે તેમ - “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું છે, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ. (અં. ૭૭૯), આવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપના સ્વામી સાક્ષાત્ સમયસારભૂત જીવન્મુક્ત હતા શ્રીમદ્ ! ** નિગ્રંથના પંથને અનુસરતાં પ્રત્યેક પ્રત્યેકે પદાર્થનો અત્યંત વિવેક કરી જે પરમ ભાવ નિગ્રંથ આત્માને તેનાથી વ્યાવૃત્ત કરી સાક્ષાત્ સમયસાર - શુદ્ધઆત્મા પ્રગટ કર્યો હતો, “જાગ્રત સત્તા, જ્ઞાયક સત્તા આત્મસ્વરૂપ” (હા.નોં. ૩-૨૧) સિદ્ધ કર્યું હતું, એવા આત્મસિદ્ધ સાક્ષાત્ સમયસાર - પ્રયોગસિદ્ધ સમયસાર હતા શ્રીમદ્ ! અને આમ નિગ્રંથના પંથને અનુસરતાં જેને સાક્ષાત્ સમયસાર દશા પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ થયેલા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આત્માનુભવ સિદ્ધપણે આ સ્વરૂપસ્થ થવાનો પરમનિગ્રંથ માર્ગ ઉદ્ઘોષે છે. “એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” ** અને પરમાનંદમય આત્મનિમગ્ન સાક્ષાતુ સમયસાર દશા જેને પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ શ્રીમદ્ આવા પરમ આત્માનંદના ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં આ શુદ્ધ આત્માનો-સમયસારનો મહામહિમતિશય ઉદ્ઘોષતા આ પરમ અમૃત પત્રમાં (એ. ૮૩૩) આ ટંકોત્કીર્ણ અમૃત વચનો પ્રકાશે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હે નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિ.” -શ્રીમદ્ રાજચંદ્ર અં. ૮૩૩ અને આવા સાક્ષાત્ સમયસારભૂત - એવંભૂત દશા પામેલા સ્વરૂપસ્થ જેવા અદ્ભુત શાનીશ્વર વિના આ ચતુર્દશ સૂત્રમાં સૂચવ્યું છે, તેમ એવંભૂત દેષ્ટિથી એવંભૂત સ્થિતિની આત્મામાં આવી અદ્ભુત સતનય ઘટના કોણ કરી શકે? ” આમ સાત નયની આત્મામાં અદ્ભુત ઘટનામાં આ મહાનું પરમાર્થ ગંભીર ચતુર્દશ સૂત્રમાં - સર્વત્ર તેવા પ્રકારની તથારૂપ દશાવાળી એવંભૂત દેષ્ટિની અને એવંભૂત સ્થિતિની શ્રીમદની આત્મભાવના વ્યાપક છે. * શ્રીમદે અત્ર સર્વત્ર એવભૂત સ્થિતિની - તથારૂપ સહાત્મસ્વરૂપ સ્થિતિની જ આત્યંતિક આત્મભાવના કરી છે. આમ જેના જીવનમાં અને કવનમાં એક આત્મા આત્મા ને આત્મા જ એ દિવ્ય ધ્વનિ ગૂંજ્યા કરતો હતો, એવા સહાત્મસ્વરૂપસ્વામી શુદ્ધચૈતન્યમૂર્તિ શ્રીમદ્ આવા શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ સમયસાર હતા ! નમસ્કાર હો ! નમસ્કાર હો આવા જીવતા જાગ્રતા આ પ્રયોગસિદ્ધ સમયસારને ! નમ: સમયસર ! " *

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1016