________________
૫૮]
સમર્થ–સમાધાન આવી જઈ શકે છે (અનુગ દ્વાર-આમેદય સમિતિ પત્ર ૨૬૦) તેથી વિરાધકેમાં સમ્યક્ત્વ રહે જ છે, એવી વાત નથી. - ૨. નિયંઠાના ૧૩ માં ગતિદ્વારની ટીકામાં પણ અવિરાધકને ખુલાસો કર્યો, ત્યાં પણ 6 અવિરાધના જ્ઞાન આદિના”...તથા ટમ્બાર્થમાં પણ ઉલ્લેખ છે. આટલા માટે “જ્ઞાન આદિથી આદિ (વગેરે) શબ્દમાં દર્શનનું ગ્રહણ થઈ શકે છે.
૩. જે મનુષ્ય તથા તિર્યંચે, પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં નક, તિર્યંચ, મનુષ્ય, લાવનપતિ, વ્યન્તર અને તિષમાંથી કોઈનું આયુ બાંધી લીધું હોય અને પછી સમ્યકત્વ, શ્રાવકપણું અથવા સાધુપણું પ્રાપ્ત કરી લે, તે ચોક્કસ જ વિરાધક થશે, કેમકે નરક વગેરે ત્રણ ગતિનું આયુ બાંધ્યાં પછી સાતમાં ગુણસ્થાનથી આગળ નથી જઈ શકતા, તથા તે ભવમાં આરાધક પણ નથી થઈ શકતા.
પ્રશ્ન ૧૯૧ –ભગવાન મલ્લિનાથે પૂર્વભવમાં દેવાયુની સાથે સ્ત્રીવેદને બન્ધ કર્યો, તે સમ્યકત્વ અવસ્થામાં જ હતું ?
જવાબઃ—નહિં, સીવેદને બંધ બીજા ગુણસ્થાનથી આગળ નથી થતો, કર્મગ્રંથ પણ આ જ બતાવે છે. ભગવાન મલ્લિનાથે તે અનુત્તર વિમાનનાં દેવાયુને બંધ કર્યો હતો, પરંતુ અનુત્તર વિમાનનાં દેવાયુની સાથે સ્ત્રીવેદનાં બંધનો સંબંધ નથી. સ્ત્રીવેદને બંધ બીજા વખતમાં થયું છે.
પ્રશ્ન ૧૯–જેણે મિથ્યાત્વમાં નરક વગેરેનું આયું બાંધ્યું. તે સમ્યકત્વ સહિત આયુ પૂરું કરીને નરક વગેરેમાં કેવી રીતે જઈ શકે છે? તેને મૃત્યુનાં સમયે મિથ્યાત્વ આવવું આવશ્યક જ છે.
જવાબ –જેમાં મૃત્યુ થયું હોય, તેમાં જ આયુ બંધ થવાને સિદ્ધાંત લેક્ષાથી સંબંધિત છે, બીજા કેઈથી નહિ. જેમકે-પુલાક નિગ્રંથ, સૂક્રમ સંપરય અને યથાખ્યાત ચારિત્રમાં આયુષ્ય તો નથી બાંધતા, પણ તેમાં મરીને દેવેલેકમાં ઉત્પન્ન તે થાય છે, આ જ રીતે કઈ-કઈ મિથ્યાત્વમાં આયુષ્ય બાંધીને અવિરત સમ્યગદષ્ટિ તથા વિરાધક શ્રાવક કે સાધુ થઈને ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય છે. આ અસંગત નથી.
પ્રશ્ન ૧૯૯ –ધન્ના સાધુએ તપસ્યા કરી, તેથી તેમને નિર્જરા થઈ કે પુણ્ય બંધ થયે?
જવાબ :–તપસ્યાથી નિર્જરે તે અવશ્ય થાય છે, પણ સાથે શુભ ગ રહેવાથી બંધ પણ થાય છે. સંયમ અને તપની સાથે જે પુણ્ય બંધાય છે, તે મુક્તિમાં કોઈ દિવસ બાધક નથી થતું. બાધક થાય છે–પહેલાંનાં બાંધેલાં શેષ કર્મો. બીજાં કર્મોનો ક્ષયની સાથે તે પુણ્ય કર્મો તરત જ ક્ષય થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org