Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 248
________________ ભાગ પહેલા [ ૨૦૭ દિવસ રાતના હિસાબથી પ્રવૃત્તિ કરવી જોઈએ. નહિંતે ભગવતી શતક, ઉદેશ ૧માં ક્ષેત્ર અતિકાંત દોષ બતાવ્યો છે, જેવી રીતે-ભરત ક્ષેત્રમાં જ જોધપુર અને મદ્રાસ વગેરે જગ્યાઓનાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં અર્ધો કલાક, પિણે કલાક કે તેથી ઓછું વધારે અંતર રહે છે. આથી, મદ્રાસમાં રહેલા સાધુ, જોધપુરના સૂર્યાસ્તના પ્રમાણે આહાર વગેરે કરે છે, અથવા જોધપુરમાં રહેલા સાધુ, મદ્રાસના સૂર્યોદય પ્રમાણે આહાર વગેરે કરે છે, તે તેને પણ ક્ષેત્રઅતિકાંત દોષ લાગે છે, તે મહાવિદેહ ક્ષેત્રનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૭૪૫ –સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં લખ્યું છે કે-ઉપવાસ બેલા (છઠ્ઠ) તથા તેલા (૩ ઉપવાસ) ધાવણ પાણુથી થઈ શકે છે. ધાવણ પાણીનાં ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે ઉપવાસનું ધાવણ પાણું, બેલામાં કે તેલામાં કામ આવી શકે છે કે નહિ? તે જ રીતે બેલા તેલાનું પાણી કામમાં આવી શકે છે કે નહિ? આમાં શું અંતર છે? છેવનું પાણીમાં અન્નની અસર આવે છે કે નહિ? ધાવણુ–પાણીમાં અન્નની અસર આવવાથી કેઈ દોષ લાગે છે કે નહિ? ધાવણ પાણુના ૩ રૂપ જુદા જુદા છે, તે તે ધાવણુ પાછું સાધુને જ ચાલે છે, શ્રાવકને પણ ચાલે છે? જવાબ –સ્થાનાંગ સૂત્ર ઠા. ૩ ઉદ્દેશક ૩ માં જે ત્રણ ત્રણ પ્રકારના ધાવણ પાણી બતાવ્યા છે, તેમાં તેલામાં બતાવેલું ધાવણપાણી ઉપવાસ અને બેલામાં અને બેલામાં બતાવેલું ઉપવાસમાં કામ આવી શકે છે, પરંતુ ઉપવાસમાં બતાવેલું બેલા--તેલામાં અને બેલાનું બતાવેલું તેલામાં આગાર રાખ્યા વિના કામમાં નથી આવી શકતું. ધવણ પાણીમાં અનાજ અંશ આવે છે, પરંતુ તેનાથી તપમાં દોષ નથી લાગતું, ત્યારે તે પ્રભુએ તેને ગ્રહણ કરવા એગ્ય બતાવ્યું છે. ઉપર કહેલાં ધવણને શ્રાવક પણ તપસ્યામાં કામમાં લઈ શકે છે. પ્રશ્ન ૭૪૬-ચકવતીને ૧ લાખ ૯૨ હજાર રાણુઓ હતી. રાણીઓની પાસે વેકિયરૂપ ધારણ કરીને જાય છે, તે વૈક્રિય શરીરથી સંતાનની પ્રાપ્તિ થાય છે શું ? જવાબ –જેનું મૂળ શરીર વૈકિય હોય. તેનાં મૂળ તથા બનાવેલા વેકિય શરીરથી ગર્ભ રહી શકતું નથી પરંતુ જેનું મૂળ શરીર ઔદારિક હોય, તેનાં બનાવેલા વૈકિય શરીરથી ગર્ભ રહી શકે છે. આને ખુલાસો “સંગ્રહણી” સૂત્રની ૧૬૬ મી ગાથાનાં અર્થમાં અને બાયપાસેની' સૂત્રની ટીકામાં કર્યો છે. પ્રશ્ન ૭૪૭ – તિર્યંચગતિ છેડીને ત્રણ ગતિ એકી સાથે ક્યાં હોય છે? જવાબ:–શૂન્યકાળમાં, એકાંત વ્યવહાર રાશિમાં, તીર્થંકર નામકર્મની સત્તાવાળામાં અને એકાંત પંચેન્દ્રિય જાતિ વગેરેમાં તિર્યંચના સિવાય બાકીની ૩ ગતિ હોય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274