________________
૨૧૬ ]
સમર્થ–સમાધાન પ્રશ્ન ૭૭૧–દેવની પ્રતિક્રમણ કયા સમયે કરવાનું શાસ્ત્રામાં વિધાન છે? પ્રતિકમણ ક્યા સમયે શરૂ કરવું જોઈએ? સૂર્ય અસ્ત થયા પહેલાં પ્રતિકમણનાં છયે આવશ્યક થઈ જવા જોઈએ શું?
જવાબ –ઉત્તરાધ્યયનનાં ૨૬ મા અધ્યયનની ૨૦ મી ગાથા સુધી સામાન્ય પ્રકારથી મુનિઓના દિવસ અને રાત્રિ કામ બતાવ્યા. આગળ ૧૮ ગાથામાં એટલે કે ૩૮ ગાથા સુધી વિશેષ પ્રકારથી દિવસનાં કામે બતાવ્યાં પછી (પ્રતિકમણ કાર્યોત્સર્ગ વગેરે) રાત્રિ કામ કરવાનું બતાવ્યું છે, આ જ અધ્યયનની ૩૯ મી ગાથાની ટીકાથી સ્પષ્ટ છે. આથી પ્રતિક્રમણ રાત્રિની શરૂઆતથી કરવાનું સ્પષ્ટ સિદ્ધ થાય છે.
આ જ અધ્યયનની ૪૩ મી ગાથામાં પ્રતિકમણ પૂરું થયા (સ્તુતિમંગળ) પછી જ સ્વાધ્યાય-કાળ પ્રતિલેખન કરે અથવા સ્વાધ્યાય કરવાનું વિધાન છે અને તે સ્વાધ્યાય ચારેય સંસ્થાઓમાં કરવાનું ચોથું સ્થાન ઉ. ૨ “ને કપઈ નિગૂંથણે વા નિર્ગેથીણું વા ચઉહિં સઝાહિં સક્ઝાયં કરેએ ” વગેરેથી મનાઈ છે. જે કઈ કરે તે નિશીથના ૧૯ ઉ,- “જે ભિકબૂ ચઉહિં સજઝાએહિ સજઝાયં કઈ કરંત વા સાઈજઈ તંજહાપુવાએ, પચ્છિમાએ, અવરણહે, અધ્ધરત્ત” વગેરેથી પ્રાયશ્ચિતને ભાગી થાય છે. જે સૂર્યાસ્તને સમય પ્રતિકમણ સમાપ્તિને હોત, તે પ્રતિકમણ સમાપ્ત થતાં જ સ્વાધ્યાય કરવાનું કેવી રીતે બતાવત ? આટલા માટે સંધ્યાની અનાધ્યાયી સમાપ્તિની લગભગ જ પ્રતિક્રમણની સમાપ્તિનો સમય છે અને તે ઉપર કહેવા પ્રમાણેથી સ્પષ્ટ છે.
બ્રહત્ કલ્પના રૂપ મામા, “ભિખૂ ઉગ્ગએ વિત્તિએ અણઅમિએ” કમથી ૪ સૂત્રોથી પ્રભુએ ઉદયથી અનસ્ત સુધી સરેગ કે નિરોગ અવસ્થામાં પ્રસંગવશાત્ ભિક્ષુની ભિક્ષુવૃત્તિનું ગ્રહણ કે ભક્ષણ સમય બતાવ્યા છે, તે પછી અનસ્તને સમય પ્રતિકમણને કેવી રીતે હોઈ શકે છે ?
દશાશ્રુત સ્કંધના ૭મા અધ્યયનમાં પ્રતિમા ધારી, અપ્રતિબદ્ધવિહારી, ઘેર પરાક્રમી, અગ્નિ કે સિંહના આક્રમણથી કાયાને વિચલિત ન કરવાવાળા મુનિ પણ, “જળેવ સૂરીય અસ્થમજજા તળેવ ઉવાણ વિત્તએ” વગેરે, સૂર્ય અસ્ત સુધી વિહારમાં રહી શકે છે, તે પછી સૂર્ય અસ્તની પહેલાં પ્રતિક્રમણ કરી લેવાનું કેવી રીતે બને?
વગેરે વગેરે પ્રબળ પ્રમાણોથી કોઈ ખાસ પર્વ વગેરેના સિવાય રાત્રિની શરૂઆતથી પ્રતિકમણની શરૂઆત કરવાનું સિદ્ધ છે.
પ્રશ્ન ૭૭૨–સૂમનાં ૧૦ ભેદ છે, જેમાં પ્રત્યેક શરીર કેટલા અને સાધારણે કેટલા? સૂક્ષ્મમાં સાધારણ કેવી રીતે માનવામાં આવે? શું સૂમ વનસ્પતિના જેમાં એક શરીરમાં અનેક જીવ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org