Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 268
________________ ભાગ પહેલે [ ૨૨૭ કર્તા રુપમાં પરિણત થતા નથી. આ જ રીતે, જ્યારે કર્મવર્ગણાનાં પુદ્ગલ, કર્મરુપમાં પરિણત થાય છે, ત્યારે તે જ કર્મરુપમાં પરિણત થાય છે, પણ જીવ કર્મરુપમાં પરિણત નથી થતા. પ્રશ્ન ૮૦૫-દ્રવ્ય આર્થિક નયની અપેક્ષાથી “આત્મ-દ્રવ્ય શુદ્ધ છે, વસ્તુતઃ આ વાક્યને શું અર્થ કરે? જવાબ:–દ્રવ્ય આર્થિક નય કેટલાયે પ્રકારનાં હોય છે, જે દ્રવ્ય આર્થિક નય, પર્યાય નિરપેક્ષ તેમજ બીજા દ્રવ્ય નિરપેક્ષ, માત્ર શુદ્ધ દ્રવ્યની જ વિવક્ષા કરે છે, કે દ્રવ્યના માત્ર શુદ્ધ પર્યાય જ ગૌણરુપથી વિવશ કરે છે, તે દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા જ આત્મા શુદ્ધ દ્રવ્ય છે, જેવી રીતે-જે આત્મ-દ્રવ્યને પર્યાય નિરપેક્ષ તેમજ કર્મ-દ્રવ્ય નિરપેક્ષ જેવાય કે આત્મ-દ્રવ્યની માત્ર ક્ષાયિક પારિણુમિક પર્યાને જ ગણપથી જોઈએ, તે આત્મા શુદ્ધ દ્રવ્ય છે. પરંતુ જે દ્રવ્યઆર્થિક નય, એક દ્રવ્યની અન્ય દ્રવ્ય સાપેક્ષ વિવક્ષા કરે છે, અથવા દ્રવ્યનાં અશુદ્ધ પર્યાની ગૌણરુપથી વિવક્ષા કરે છે, તે દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા આત્મા અશુદ્ધ દ્રવ્ય છે. જેવી રીતે–જે આત્મ-દ્રવ્યને કર્મ-દ્રવ્ય સાપેક્ષ જોઈએ અને આત્મદ્રવ્યનો ઉદય વગેરે પર્યાયને ગૌણરૂપથી જોઈએ તે આત્મા અશુદ્ધ દ્રવ્ય છે. આ રીતે, દ્રવ્ય આર્થિક નયની અપેક્ષા આત્મ-દ્રવ્ય કથંચિત્ (એક રીતે) શુદ્ધ પણ છે તથા કથંચિત્ (એક રીતે) અશુદ્ધ પણ છે. પ્રશ્ન ૮૦૬ –પ્રત્યેક દ્રવ્યમાં રહેલા પ્રત્યેક ગુણના પ્રત્યેક સમયમાં એક-એક પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રતિસમય ઉત્પન્ન થવાવાળા તે પર્યાયને જ “અશુદ્ધ કહેવા જોઈએ કે ભૂત અને ભવિષ્યમાં વિલય થઈ ચૂકેલ કે અનઉતપન પર્યાને પણ અશુદ્ધ માનવા જોઈએ? જવાબ:–દ્રવ્યમાં રહેલા ગુણની ભૂત, ભાવી તથા વર્તમાન ત્રણેકાળનાં પર્યા કદાચિત્ શુદ્ધ પણ હોઈ શકે છે અને કદાચિત્ અશુદ્ધ પણ હોઈ શકે છે. જેવી રીતે, જીવ-દ્રવ્યની સિદ્ધ અવસ્થાગત ભૂત, વર્તમાન તેમજ ભાવી–ત્રણે કાળનાં પર્યાયે શુદ્ધ હોય છે અથવા જેમકે પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અવસ્થાગત ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાનત્રણે કાળના પર્યાયે શુદ્ધ હોય છે તથા સ્કંધ અવસ્થાગત ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાન–ત્રણે કાળના પર્યાયે અશુદ્ધ હોય છે. પ્રશ્ન ૮૦૭ –પ્રત્યેક પર્યાય, સ્વકાળના પ્રાપ્ત થવા પર ઉતપન્ન થાય છે, કે તેની પહેલાં અને પછી પણ ઉતપન થઈ શકે છે? જે તે સ્વકાળને પહેલાં કે પછી ઉત્પન્ન થાય, તે દ્રવ્યનું સ્વચતુષ્ટય કેવી રીતે બનશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274