Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 269
________________ ૨૮ ] સમર્થ–સમાધાન . જવાબ–પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક પર્યાય સ્વકાળના પ્રાપ્ત થવા પરજ ઉત્પન્ન થાય છે, પહેલાં કે પછી નહિ. પરંતુ અહીંયા આ બે વાતે ધ્યાનમાં રાખવા ગ્ય છે-૧પહેલી એ કે જીવ-દ્રવ્યનાં જે પર્યાયે ઉત્પન્ન થાય છે, તે પર્યા કે સ્વકાલ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે, પણ તે પુરુષાર્થ સાપેક્ષ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ નિરપેક્ષ ઉત્પન્ન નથી થતા. જ્યારે જીવને પુરુષાર્થ શુભ હોય છે, ત્યારે જીવનાં પર્યાયે શુભ હોય છે તથા જ્યારે જીવને પુરુષાર્થ અશુભ હેય છે, ત્યારે જીવનાં પર્યાયે અશુભ હોય છે. ૨. તથા પુદ્ગલ દ્રવ્યની કર્મ, શરીર, ઈન્દ્રિય વગેરે પર્યાયે પણ છે કે સ્વકાળનાં પ્રાપ્ત થવા પર ઉત્પન્ન થાય છે, પરંતુ તે પર્યાયે જીવના વિશિષ્ટ પ્રયોગથી સાપેક્ષ ઉત્પન્ન થાય છે. જીવના વિશિષ્ટ પ્રયોગથી નિરપેક્ષ ઉત્પન્ન નથી થતા. પ્રશ્ન ૮૦૮ એક જીવ, એક સમયમાં એક ગુણને એક પર્યાય શુદ્ધ, અશુદ્ધ કે શુદ્ધ-અશુદ્ધ રહી શકે છે? જવાબ:–એક જીવના એક ગુણને એક પર્યાય કાં તે શુદ્ધ રહેશે, કાં અશુદ્ધ રહેશે, કાં, શુદ્ધ-અશુદ્ધ રહેશે. જેવી રીતે સિદ્ધનાં સમ્યકત્વ ગુણની મિથ્યાત્વ અવસ્થાગત પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક પર્યાય અશુદ્ધ રહેશે, તથા મિશ્ર-દષ્ટિના સમ્યકત્વ ગુણસ્થાનગત પ્રત્યેક સમયવતી પ્રત્યેક પર્યાય શુદ્ધ-અશુદ્ધ રહેશે. પ્રશ્ન ૮૦૯ –ઔદયિક વગેરે પાંચ ભાવ, જીવનાં અસાધારણ ભાવ છે. તે પાંચ ભાવમાંથી ક્યા કયા ભાવ એવા છે કે, જેના સહારાથી કે આલં. બનથી જીવ સમ્યગદર્શન પ્રગટ કરી શકે છે અને તે પાંચ ભાગમાંથી કેટલા ભાવ, પર્યાય રૂપ છે? જવાબ :–સમ્યગદર્શનને પ્રગટ કરવામાં જીવન પચે ભાવ કારણભૂત બને છે. પાંચે ભામાં દર્શન–મેહનીય ક્ષયપશમ, ક્ષય અને ઉપશમ આ ત્રણ ભાવ સમ્યગુ. દર્શનની પ્રગટતાને માટે ઉપાદાનરૂપથી કારણ બને છે. કેમકે સમ્યગ્ગદર્શન આ ત્રણ ભાવ સ્વરૂપ જ છે, તથા ચારિત્ર–મેહનીય (અનંતાનુબંધી) વગેરેનો ક્ષયપશમ, સંજ્ઞીપંચેન્દ્રિય વગેરેને ઉદય, આ બન્ને ભાવ, સમ્યગુદર્શનને માટે નિમિતરૂપથી કારણ બને છે. કેમકે એની હાજરીમાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેમજ પારિણામિક ભાવમાં સમ્યગ્ગદર્શન પરિણામ, ઉપાદાનરૂપથી કારણ છે તેમજ અન્ય ચારિત્ર-પરિણામ, ઇન્દ્રિયપરિણામ વગેરે નિમિત્તરૂપથી કારણ છે. પ્રશ્ન ૮૧૦–શું દયિક ભાવ, આત્માને પાપ, પુણ્ય કે ધર્મ કરાવી શકે છે? જવાબ –ઔદયિકભાવ આત્માને માટે પુષ્ય, પાપ તેમ જ ધર્મ ત્રણેમાં કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274