Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 254
________________ ભાગ પહેલે [ ૨૧૩ જવાબ –જીનાં પ્રદેશ ઉપર કર્મોના પ્રદેશ ઓછાં વધારો થઈ શકે છે અને ક્ષેપશમ પણ ઓછા વધારે થઈ શકે છે. પ્રશ્ન ૭૬૪–સિદ્ધ ભગવાન એક ગાઉના છઠ્ઠા ભાગમાં બિરાજેલા છે, તે આ છઠ્ઠો ભાગ ઊંચાઈમાં જ છે, કે આડાઈ, પહેળાઈમાં પણ? શું પહેળાઈમાં પૂરા ૪પ લાખ જોજનમાં સિદ્ધ રહેલાં છે? મૂળપાઠમાં “ઉવરિમે’ શબ્દ તે છે, પણ પહેલાઈને કેઈ ઉલ્લેખ ન જોયે? જવાબ: –૯૬ અંગુલને ધનુષ અને ૨ હજાર ધનુષને એક ગાઉ થાય છે. અને છઠ્ઠો ભાગ કરવાથી ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ થાય છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષની અવગાહન વાળા મનુષ્ય મોક્ષ જાય છે. મેક્ષ જવાવાળાની અવગાહના બે તૃતીયાંસ ભાગજ અવશેષ રહે છે, ૫૦૦ ધનુષને બે તૃતીયાંસ ભાગ અને ગાઉને છઠો ભાગ બરાબર છે, આથી એક ગાઉના છઠ્ઠા ભાગ જેટલી ઊંચાઈમાં સિદ્ધ છે. લંબાઈ પહોળાઈમાં તે સિદ્ધ, પૂરા ૪૫ લાખ જેજનના ગેળ ક્ષેત્રમાં છે. કેમકે મનુષ્ય-ક્ષેત્રની બહારથી કેઈમેક્ષ જાતું જ નથી. તેઓ મનુષ્ય-ક્ષેત્રનાં જે આકાશ પ્રદેશ પરથી મોક્ષ જાય છે, તે જ આકાશ પ્રદેશની સીધાણમાં ઉપર ગયેલા સિદ્ધ-ક્ષેત્રમાં કાય છે. તે સીધાણથી તેમને એક પણ પ્રદેશ અહીં તહીં નથી થતું. મનુષ્ય-ક્ષેત્રના એક પણ આકાશ-પ્રદેશ એવા નથી કે જ્યાં સિદ્ધ ન થયા હોય. એટલે કે મનુષ્ય ક્ષેત્રના બધા આકાશ-પ્રદેશ ઉપર (ક્યારેક ક્યાંય અને કયારેક કયાંય) કાળ કમથી સિદ્ધ થઈ ચૂક્યા છે. આથી પૂરા ૪પ લાખ જેજનની લંબાઈ પહોળાઈમાં સિદ્ધ રહેલા છે. પ્રશ્ન ૭૬૫–શું બધા કિયાવાદી સમકિતિ છે? ભ. શ. ૩૦ માં કિયાવાદીને વૈમાનિક અને ભવનપતિમાં પણ જવાનું લખ્યું છે, આ કેવી રીતે? કિયાવાદી તો ૩૬૩ પાખંડિઓમાં પણ છે? જવાબ –સાધારણ રીતે જીવ વગેરે પદાર્થોને માનવાવાળાને “ક્રિયાવાદી” કહે છે. તેમાં જે જીવ વગેરે પદાર્થને સાચા રુપ (અનેકાંતથી નિત્ય અનિત્ય વગેરે )થી માનવાવાળા છે, તે બધા કિયાવાદી સમ્યગૃષ્ટિ છે અને વાસ્તવિક રીતે તેઓ જ કિયાવાદી કહેવડાવવાને યોગ્ય છે. તેમનું વર્ણન લાગવતીને ૩૦ મા શતકમાં દીધું છે. ૩૦ મા શતકમાં બતાવેલા બધા કિયાવાદી સમ્યગૃષ્ટિ જ છે. તેઓ અગર ક્રિયાવાદી અવસ્થામાં આયુષ્યને બંધ કરે, તે તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્ય તે વૈમાનિક દેના અને નૈરયિક તથા દેવ. મનુષ્યના જ આયુષ્યનો બંધ કરશે, બીજે કઈ નહિ. હૈદરાબાદની કેપીમાં જે ભવનપતિને ઉલ્લેખ છે, તે ભૂલથી લખાઈ ગયું-એવું જણાય છે, પરંતુ સમ્યગૃષ્ટિ અવસ્થામાં ભવનપતિના આયુષ્યને બંધ કઈ દિવસ નથી થઈ શકતે. જે કિયાવાદી, જીવ વગેરે પદાર્થોને એકાંતરુપથી નિત્ય, અનિત્ય વગેરે માને છે, તથા કાળ, સ્વભાવ, નિયતિ વગેરેના સમૂહને કારણે ન માનતાં જુદા જુદા રુપથીજ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274