Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 236
________________ ભાગ પહેલા [ ૧૯૫ જે રીતે એક જ ચિત્ર પ્રત્યેક જાતિ તેમ જ ધર્મોવાળી વ્યક્તિને વિકારી બનાવી શકે છે, તે જ રીતે, એક જ મૂર્તિ પ્રત્યેક ધર્મ કે જાતિવાળી વ્યક્તિને સદ્ભાવી બનાવી શકે છે? કોઈ દિવસ નહિ. જે મૂર્તિને લાકો પૂજનીય માને છે, તે જ મૂર્તિ વિરોધીઆને માટે ઘૃણાસ્પદ હાય છે અને તેઓ તક મેળવીને તેને ખંડિત પણ કરી નાખે છે. જેમકે સમય સમય ઉપર માગલા વગેરેએ કર્યું, બીજા મતઅવલમ્બિએની વાત તેા દૂર રહી, પરંતુ જૈનામાં પણ દિગમ્બર શ્વેતામ્બરની મૂર્તિઓ વૈરાગ્યને બદલે પરસ્પર કલહ અને વૈમનસ્યનું કારણ બને છે, અને તે ઘૃણાસ્પદ સમજી લેવાય છે, પરંતુ વિકારી ચિત્ર તે સાધારણ રીતે બધાંને માટે વિકારનુ થાય છે, જે મૂર્તિ, સદ્ભાવનુ કારણ અને પૂજનિય છે, તેા બધાને માટે, પ્રતિષ્ઠાની પહેલાં અને થોડીક પણ ખંડિત થયા પછી કેમ અપૂછ્યું મનાય છે ? પરંતુ ચિત્ર તા પ્રતિષ્ઠાની પહેલાં અને થોડુંક પણ ખંડિત થયા પછી પણ વિકારમાં મદદકર્તા થાય છે. કારણ અંતર’ગમાં સદ્ભાવના–વૈરાગ્યની જાગૃતિ થવા પર તેા સારી કે ખરાબ બધી વસ્તુએ વૈરાગ્યનું કારણુ ખની શકે છે, જેવી રીતેઃ-ભરતજીને માટે આરિસા ભવન, સમુદ્રપાલજીને માટે ચાર, સ્થૂલિભદ્રજીને માટે વેશ્યા, નિમરાયજીને માટે બંગડી, મૃગાપુત્રજીને માટે મુનિ વગેરે, એટલા માટે મૂર્તિ વગેરેનાં નિમિત્ત કારણની મુખ્યતા નથી પરંતુ વિકાર વગેરે તા કર્મોનાં ઉદયથી છે અને ચિત્ર વગેરેનું નિમિત્ત વિકારોમાં સહાયક છે. આ કારણથી ચિત્ર વગેરેથી બચવું અતિ જરૂરનું છે. પ્રશ્ન ૧૦૭ :—ગ્રામાનુગ્રામ (એક ગામથી બીજે ગામ ) વિહારમાં શ્રાવકોને સાથે રાખવાની મનાઈ ઉંચા સૂત્રમાં, કયા અધ્યયન તેમ જ તેની કઈ ગાથામાં આવેલ છે? તથા જે શ્રાવક, રસ્તાની સેવામાં સાથે રહે છે, તેની પાસેથી આહાર-પાણી ન લેવાનુ` વિધાન કયા સૂત્રમાં આવ્યુ છે? જવાબ:-શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશના ૮ મા સૂત્રમાં આ પ્રમાણે પાઠ છે : “ એ ભિખૂ વા ભિખુણી વા ગામાણુગામ દુજમાણે ણેા અણુ ઉત્થિએણુ વા ગારથિએણુ વા પરિહારિઓ અપરિહારિએણુ વા સદ્િ ગામાણુગામ દુઈજ્જેજ્જા ।'' આમાં ખીન્ન જૈનેતર કે ગૃહસ્થાને ગ્રામાનુગ્રામ વિહારમાં સાથે નહિ રાખવાના સ્પષ્ટ નિષેધ છે. ટીકાકારે આ જ સૂત્રની ટીકામાં ન રાખવાનું કારણ બતાવતાં લખ્યું છે કેશારીરિક કારણોના નિરોધથી અટકાવવાથી ) આત્માની વિરાધના અને પ્રારુક (શુદ્ધ) અપ્રાસુક (અશુદ્ધ) લેવાથી સંયમની વિરાધના થાય છે. અને ભેાજનમાં પણ દોષની સંભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274