________________
ભાગ પહેલે
જવાબ –લબ્ધિ, સાકાર ઉપયોગમાં જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૨૨૦–પૃથ્વી, અપ અને વનસ્પતિકાયમાં તેજલેશ્યાવાળા જીવ વધારે હોય છે કે દેવોમાં?
જવાબ:–પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યાના જીવ કયારેક મળે છે અને કયારેક નથી પણ મળતા, જ્યારે મળે છે ત્યારે પણ તેઓ દેવતાથી બહુ ઓછા હોય છે અને દેવ તેનાથી અસંખ્યાત ઘણું વધારે હેડય છે કારણ એ કે, પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યા તેમને થોડીવાર માટે હોય છે, જે દેવમાંથી આવ્યા હોય, બાકીનાને નથી હોતી. તેથી દેવ જ વધારે હોય છે.
પ્રશ્ન રર૧–પૃથ્વી, અપ અને વનસ્પતિમાં તેજલેશ્યા, જઘન્ય સ્થિતિ વાળાને હેાય છે, કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને હેય છે?
જવાબ :–મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં હોય છે, જઘન્યમાં નથી હોતી.
પ્રશ્ન ૨૨૨ –તેજોલેશ્યાવાળા ઉપરના છો, તેઓ લેસ્થામાં જ આગળના ભવનું આયુષ્ય બાંધી શકે છે કે નહિ?
જવાબ: આ દઢ નિયમ છે કે જીવનું આયુષ્ય જે લેગ્યામાં બંધાય છે, તેમાં જ તે મરે છે. આ પણ અતૂટ નિયમ છે કે પૃથ્વી વગેરે ત્રણે, તેજલેશ્યામાં નથી મરતા આટલા માટે તેઓ તેજોલેસ્થામાં આયુષ્ય નથી બાંધતા અને આયુષ્યને બંધ કરવાના સમય સુધી, તેલેથા તેઓમાં રહેતી પણ નથી.
પ્રશ્ન ૨૨૩ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય અને તિર્યંચમાં કેટલા જ્ઞાન હેય છે?
જવાબ –કાંઈપણ જ્ઞાન નથી હોતું. પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં આને ખુલાસે છે.
પ્રશ્ન ૨૨૪–કેટલી અવગાહના વાળા તિર્યંચમાં, અવધિજ્ઞાન થઈ શકે છે?
જવાબ :–અંગુલનાં (આંગળના) અસંખ્યાતમા ભાગથી લઈને હજાર જજનની અવગાહન વાળા તિર્યંચને અવધિજ્ઞાન થઈ શકે છે, એમ પ્રજ્ઞાપનાનાં પાંચમા પદથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૨૨૫ –જે મનુષ્ય, પરભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે, તે જઘન્ય વગેરે ત્રણ ભેદમાંથી ક્યા ભેદને હેય છે?
જવાબ :–તે અવધિજ્ઞાન કેવળ મધ્યમ જ હોય છે.
પ્રશ્ન રદ –જે તિર્યંચનું આયુષ્ય કોડ પૂર્વનું થઈ જાય, તેની અવગાહના કેટલી હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org