Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 8
________________ 'સ્વાધ્યાય પીઠનાં ઉદ્દેશો 0 પ્રભુવીરના ૨૬૦૦ માં જન્મ કલ્યાણક નિમિત્તે ૧૦ વર્ષમાં ૨૬ હજાર જૈનોને પ્રાથમિક ધર્મક્રિયાઓમાં નિષ્ણાત કરવા. આ માટે ૨૬૦ પાઠશાળાઓ સુધી કાર્ય પ્રવૃત્તિ વિકસાવવી. પર્યુષણના આઠે દિવસના બધા પ્રતિક્રમણ પૂરેપૂરા કરીકરાવી શકે તથા પૌષધ કરી-કરાવી શકે તે રીતે હજારો વિધાર્થીઓને તૈયાર કરવા. દસ વર્ષ પછી પણ આ અભિયાન ચાલુ જ રાખવાનું. જો જ્ઞાનપ્રેમી દાતાઓનો દાનપ્રવાહ સ્વયંભૂ વધે તો સમગ્ર ભારતના શહેરો અને ગામડાઓમાં તથા પરદેશમાં પણ નેટવર્ક ઊભું કરવું. શિક્ષક-શિક્ષિકાબેનોનો ટીચીંગ પાવર વધે અને પાઠશાળાઓનું માળખું સુવ્યવસ્થિત બને તે માટે | શિક્ષકોના ટ્રેનીંગ વર્ગો કે શિબિરો યોજવી. નવા શિક્ષક-શિક્ષિકાબેનો તૈયાર કરવા, જેઓ સ્વાધ્યાય પીઠની તમામ પદ્ધતિઓમાં નિષ્ણાત હશે. એટલું જ નહીં, બાળકોને સંસ્કાર માટે સુંદર વાર્તાઓ પણ કહી શકશે. ૦ પાઠશાળાઓના માધ્યમથી ૧૨ વ્રતધારી અને ૧૪ નિયમ ધારનારા હજારો શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર કરવા. ૦ હજારો યુવાનો-બહેનો વગેરે તત્ત્વજ્ઞાની બને તે માટે વર્ગો શરૂ કરવા-કરાવવા. અંગ્રેજી માધ્યમવાળા બાળકો તથા ભવિષ્યની પેઢી, ગુજરાતી ભાષા સાથેનો સંબંધ છૂટી જવાથી ધર્મવિમુખ ન બને તે માટે ગુજરાતી લેખન-વાંચન શીખે તે માટે વર્ગો શરૂ કરવા-કરાવવા. અલબત્ત, શ્રી સંઘોમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતના પ્રયત્નો કરવા. (A). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134