________________
'સ્વાધ્યાય પીઠનાં ઉદ્દેશો 0 પ્રભુવીરના ૨૬૦૦ માં જન્મ કલ્યાણક નિમિત્તે ૧૦ વર્ષમાં
૨૬ હજાર જૈનોને પ્રાથમિક ધર્મક્રિયાઓમાં નિષ્ણાત કરવા. આ માટે ૨૬૦ પાઠશાળાઓ સુધી કાર્ય પ્રવૃત્તિ વિકસાવવી. પર્યુષણના આઠે દિવસના બધા પ્રતિક્રમણ પૂરેપૂરા કરીકરાવી શકે તથા પૌષધ કરી-કરાવી શકે તે રીતે હજારો વિધાર્થીઓને તૈયાર કરવા. દસ વર્ષ પછી પણ આ અભિયાન ચાલુ જ રાખવાનું. જો જ્ઞાનપ્રેમી દાતાઓનો દાનપ્રવાહ સ્વયંભૂ વધે તો સમગ્ર ભારતના શહેરો અને ગામડાઓમાં તથા પરદેશમાં પણ નેટવર્ક ઊભું કરવું. શિક્ષક-શિક્ષિકાબેનોનો ટીચીંગ પાવર વધે અને પાઠશાળાઓનું માળખું સુવ્યવસ્થિત બને તે માટે | શિક્ષકોના ટ્રેનીંગ વર્ગો કે શિબિરો યોજવી. નવા શિક્ષક-શિક્ષિકાબેનો તૈયાર કરવા, જેઓ સ્વાધ્યાય પીઠની તમામ પદ્ધતિઓમાં નિષ્ણાત હશે. એટલું જ નહીં,
બાળકોને સંસ્કાર માટે સુંદર વાર્તાઓ પણ કહી શકશે. ૦ પાઠશાળાઓના માધ્યમથી ૧૨ વ્રતધારી અને ૧૪ નિયમ
ધારનારા હજારો શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર કરવા. ૦ હજારો યુવાનો-બહેનો વગેરે તત્ત્વજ્ઞાની બને તે માટે વર્ગો
શરૂ કરવા-કરાવવા. અંગ્રેજી માધ્યમવાળા બાળકો તથા ભવિષ્યની પેઢી, ગુજરાતી ભાષા સાથેનો સંબંધ છૂટી જવાથી ધર્મવિમુખ ન બને તે માટે ગુજરાતી લેખન-વાંચન શીખે તે માટે વર્ગો શરૂ કરવા-કરાવવા. અલબત્ત, શ્રી સંઘોમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતના પ્રયત્નો કરવા.
(A).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org