________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે'' તે પહેલાં એક વખત તે વિધિસર અભિષિકત થયેલા ધર્માધ્યક્ષ પાદરી હતા. કેવું કમનસીબ! પરંતુ તેમણે ધર્માચાર્ય-પદને ત્યાગ કર્યો. ઘણા ઓછા લોકો ધર્માચાર્યપદને ત્યાગ કરી શકે. કારણકે, ધર્માચાર્યને આ દુનિયાની જ ઘણી ભેગ-સામગ્રી ઉપલબ્ધ થતી હોય છે. તેમણે એ બધાનો વાળીઝાપટીને ત્યાગ કર્યો હતે. એલન વૉટ્સ જાતે બુદ્ધ બન્યા વિના લાંબો વખત રહી શકે નહિ. તે ઘણા વખત પહેલાં ગુજરી ગયા. (નવા જન્મમાં) તે હવે નિશાળ છોડવા જેટલી ઉંમરના થયા હશે તથા મારી પાસે આવી પહોંચવાની તૈયારીમાં હશે. ઘણા એવી રીતે મારી પાસે આવવાના છે – ઍલન વૉટ્સ તેમાંના એક છે.
૮, આ જ બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે હું રિનઝાઈ (Rinzai). નું પુસ્તક રજૂ કરું છું. રિનઝાઈનું ચાઈનીઝ નામ લીન ચી (LinChi) છે. રિનઝાઈ એનું જાપાનીઝ રૂપાંતર છે. પણ મને એ રૂપાંતર વધુ ગમે છે. “ધ સેઇંગ્સ ઑફ રિનઝાઈ” (“The Sayings of Rinzai') એ પુસ્તક તે વિસ્ફોટો ધરબેલી સુરંગ જ છે. દાખલા તરીકે તે કહે છે કે, “મૂર્ખ, બુદ્ધના અનુયાયીઓ, તમે બુદ્ધને સદંતર ત્યાગ કરે. તમે તેમ નહીં કરો ત્યાં સુધી તમે બુદ્ધને પામી શકવાના નથી.” રિઝાઈ બુદ્ધને ચાહતો હતો તેથી જ આમ કહેતા હતો. તે ઉમેરે છે કે, “તમે ગૌતમ બુદ્ધનું નામ વાપરો ત્યાર પહેલાં યાદ રાખજો કે, તે નામમાં કશું તથ્ય નથી. મંદિરમાં સ્થાપેલા બહારના બુ એ ખરા બુદ્ધ નથી. ખરા બુદ્ધ તે તમારા અંતરમાં રહેલા છે, તે બાબતથી તમે છેક જ અણજાણ છો. તમે તેમને વિષે કદી કશું સાંભળ્યું કે જાણ્યું નથી. તે જ સાચા બુદ્ધ છે. તમે બા બહારના બુદ્ધને ત્યાગશો, ત્યારે જ અંતરમાં રહેલા સાચા બુદ્ધને પામી શકશો.”
રિનઝાઈ જ ઝેનનું પુષ્પ ચીનમાંથી જપાનમાં લઈ ગયો. ઝેનનું તત્ત્વ તેણે જાપાનીઝ ભાષામાં ઉતાર્યું. ભાષામાં જ નહિ, પરંતુ તેની
2. dynamite.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org