________________
૨૭
નાનક ગુરુગ્રંથ”
નામ-જપથી મંદ હોય તે પણ મુખે પરમાત્માની સ્તુતિ ગાત થઈ જાય.
નામ-જપથી યોગ-યુક્તિ તથા શરીરનાં (ચક, નાડી વગેરેનાં) રહસ્યો સમજાય.
નામ-જપથી શાસ્ત્ર, સ્મૃતિ અને વેદનું હાર્દ અવગત કરે [‘જd” ૯] નામ જપથી સત્ય, સંતોષ અને જ્ઞાન પ્રાપ્ત થાય; નામ-જપથી સહેજે ધ્યાન સમાધિ લાગે. ['જ0” ૧૦] નામજપથી ગુણ સરોવરમાં મગ્ન થવાય; નામ-જપથી અંધ પણ પરમાત્માને રાહ પામે. નામ-જપથી અગાધ હોય તે પણ ગમ્ય થાય. [“૦” ૧૧]. નામમાં વિલીન થનારની અવસ્થા કણ વર્ણવી શકે! પરમાત્માનું નિરંજન નામ એવું છે –
તેમાં લવલીન થનાર કોઈ વિરલે જ તેને મહિમા સમજી શકે. [‘જ0” ૧૨]
નામમાં લવલીન થવાથી મન-બુદ્ધિની સુરતા જાગે; સકલ બ્રહ્માંડની સૂધબૂધ પ્રાપ્ત થાય.
મોં ઉપર માર ખાવો ન પડે, જેમની સાથે જવાનું ન થાય. [‘જવ’ ૧૩]
નામમાં લવલીન થવાથી માર્ગમાં વિદન નડે નહિ, પત-આબરૂ સાથે પ્રગટપણે આગળ વધાય. સત્યને ધોરી માર્ગે પળે, આડપથે ફંટાવાનું ન બને. ધર્મ સાથે કે ધર્મરાજ સાથે સીધો સંબંધ થાય. [‘જ0' ૧૪] નામમાં લવલીન થવાથી મોક્ષદ્વાર પામે, પરિવારને પણ ઉદ્ધાર થાય; કયાંય ભીખ માગવાપણું ન રહે. [‘જ0” ૧૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org