Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 142
________________ સ્ટેન લાઈફ' જેવું પ્રથમ કક્ષાનું પુસ્તક લખ્યું છે, ત્યારે સામાન્ય રીતે માણસને તેનું અનુકરણ કરી તેવું બીજું પુસ્તક લખવાનું જ મન થાય. પરંતુ તમે અનુકરણ કરવા જાઓ તો એવું પ્રથમ કક્ષાનું પુસ્તક કદી લખી ન શકો. સ્ટોને જ્યારે “લસ્ટ' પુસ્તક લખ્યું ત્યારે તે કોઈનું અનુકરણ કરતો ન હતો, પરંતુ જ્યારે તેણે “ધ ઑગની ઍન્ડ ધ એકસ્ટસી' પુસ્તક લખ્યું, ત્યારે તે પોતાનું જ અનુકરણ કરી રહ્યો હતો, અને એ અનુકરણ સૌથી ખરાબ અનુકરણ હોય છે. દરેક જણ નાહવા જતી વખતે બાથરૂમના અરીસામાં એમ જ કરે છે... સ્ટોનના બીજા પુસ્તક વિષે એવી જ લાગણી થાય છે. હું તેને અરીસામાંનું પ્રતિબિંબ કહું છું, પણ તે કઈ સાચી વસ્તુનું પ્રતિબિંબ છે, એટલે તેને હું મારી યાદીમાં ઉમેરી લઉં છું. હું હમણાં ગુડિયાને પૂછવાને જ હતો કે સ્ટોને “ધ એંગની એન્ડ ધ એકસ્ટસી' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર લીધું છે. મારા પૂરતું તે હું તે નામ છેક જ ભૂલી ગયો છું. એમ ભાગ્યે જ બને છે, કારણ કે, હું ઝટ કશું ભૂલી જતો નથી. હું ક્ષમા તરત જ આપી દઉં છું, પણ કશું બટ ભૂલી જતો નથી. રાજભારતી, તમે કહો કે સ્ટેને કોના જીવનચરિત્ર વિશે લખ્યું છે? ગોવિનના? “ભગવાન, એમાં માઈકલ ઍજેલોનું ચરિત્ર છે.” માઈકલ જેલોનું? ખરે જ એક મહાન જીવનચરિત્ર કહેવાય. પણ ત્યારે સ્ટોને ઘણું ગુમાવ્યું છે એમ જ કહેવું જોઈએ. ગોવિન વિષે જ તેણે લખ્યું હોત, તે તે ઠીક વાત હતી. પણ જો તે માઈકેલ એજેલોનું ચરિત્ર હોય, તો સ્ટોનને તે લખવા બદલ હું ક્ષમા ૨. અંગ્રેજીમાં “forgive and forget' એવી ઉક્તિ છે – અર્થાત બીજાએ કરેલા નુકસાનની ક્ષમા આપી દે અને તેને તરત ભૂલી જાઓ. મનમાં વેરભાવ રાખી ગેખ્યા કરવું એ સાચો રસ્તો નથી. - સ 3. Gauguin. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182