________________
બાલ શેમ ટેવ
૧૭૧ હસીદ-સંપ્રદાય હવે એક નાના પ્રવાહ જેવો જ બની રહ્યો છે, પરંતુ તે હજુ જીવતો છે અને વહ્યા કરે છે.
બાલ શેમની વાર્તાઓ ખૂબ સુંદર છે, નમૂનારૂપે એક વાત રજનીશજીએ કહી બતાવી, તે નીચે પ્રમાણે છે –
એક દિવસ એક સ્ત્રી બાલ શેમ પાસે આવી અને આજીજી કરતી કહેવા લાગી, મને સંતાન નથી– હું વાંઝણી છે. તમે મને આશીર્વાદ આપ કે હું પુત્રવતી થાઉં. મને પુત્રી નહિ – પુત્ર જ આપજો,
પેલી સ્ત્રીની કાકલૂદીઓથી ત્રાસેલા બાલ શેમે તે સ્ત્રીને છેવટે કહ્યું, જો સાંભળ; મારી માતાને પણ સંતાન નહોતું. તેથી તે વારંવાર ધર્માચાર્ય (Rabbi) પાસે જઈ તેમને કાકલૂદીઓ કર્યા કરતી કે, મને સંતાન થાય એવા આશીર્વાદ આપે.”
મારી માતાની કાકલૂદીઓથી ત્રાસેલા ધર્માચાર્યો પછી તે સ્ત્રીને કહ્યું, “પહેલાં તો તું મારે માટે એક સુંદર મુગટ બનાવી લાવ.”
પેલી સ્ત્રી બહુ મહેનત કરી એક સુંદર મુગટ બનાવી લાવી; અને ધર્માચાર્યના માથા ઉપર તે પહેરાવી દીધો. મુગટ એટલો બધો સુંદર હતો તથા ધર્માચાર્યના મસ્તક ઉપર એવો શેલત હતો કે, પેલી સ્ત્રી બોલી ઊઠી, “આચાર્યજી, આ મુગઢ આપના મન ઉપર એ શેભે છે કે જાણે તે આપને માટે સરજાયો હોય. એ મુગટ સાથેના આપને મુખના દર્શનથી હું ધન્ય થઈ ગઈ. મારી મહેનતનું એ મોટું ફળ મને મળી ગયું. એટલે એના બદલામાં આપની પાસે મારે વધુ કાંઈ માગવાનું રહેતું નથી. તથા આપે પણ તેને માટે બદલામાં વિશેષ કાંઈ મને આપવાનું રહેતું નથી.
આટલું કહી મારી મા ત્યાંથી પાછી ચાલી આવી. ત્યાર બાદ તેને ગર્ભ રહ્યો અને તેને પેટે હું જન્મ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org