Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭૬ પુસ્તકે - જે મને ગમ્યાં છે” હશે તેનું જાણે આબેહુબ વર્ણન કર્યું છે. ભવિષ્યનું માનસશાસ્ત્ર કેવું હશે તે એમણે ભાખ્યું છે, અને હું હાલમાં એ જ કામ કરી રહ્યો છું... ભવિષ્યને - નવો – માણસ ઘડવાનું ! એ નાની ચોપડી બધા સંન્યાસીઓના અભ્યાસનો વિષય બનવી જોઈએ. મને આઉપેકીની ચેપડીઓ હમેશ ગમી છે, જોકે તે માણસ પોતે મને કદી ગમ્યો નથી. તે ગુરુ (master) કરતાં શાળાના મહેતાજી (school-master) જેવો વધુ લાગે છે. અને શાળાના મહેતાજી વળી કોઈને ગમે? મેં પ્રાથમિક શાળામાં ભણતી વખતે પણ પ્રયત્ન કર્યો હતે, કૉલેજ વખતે, તથા યુનિવર્સિટી વખતે પણ, પરંતુ હું નિષ્ફળ જ નીવડ્યો હતો. હું કોઈ સ્કૂલ-માસ્તરને ચાહી નહોતો શક્યો, અને બીજો કોઈ પણ ચાહી શકે એમ હું માનતા નથી. ખાસ કરીને સ્કલ-માસ્ટર જો સ્ત્રી હોય તે તે તેને ચાહવી અશક્ય જ છે. કેટલાક મુર્ખાઓ એવા પણ છે જેઓ સ્ત્રી-શિક્ષિકાઓને પરણ્યા હેય. માનસશાસ્ત્રીઓ જેને “masochism” કહે છે તેવા કોઈ રોગથી તેઓ પીડાતા હોવા જોઈએ. તેઓને કોઈ સતત રિબાવ્યા કરે એવી વ્યક્તિની જરૂર લાગતી હોવી જોઈએ. આઉપૅલ્કી ગુજિએફના સિદ્ધાંત વિશે ભાષણ આપતે હોય ત્યારે પણ હાથમાં ચાક લે, બ્લૉક-બોર્ડ સમક્ષ ઊભો રહે, સામે જ ટેબલ-ખુરશી .... અને નાકે ચશ્માં, એમ સ્કૂલ-માસ્તરને છાજતી બધી સામગ્રી મે જૂદ હોય! અને જે રીતે ઉપદેશ આપે તે પણ એવી સ્કૂલ માસ્તરની રીતે આપે, કે ભાગ્યે થોડા લોકો તેને સાંભળવા ઇચ્છે – ભલે તે સોનાને સંદેશ સંભળાવતા હોય. આઉપેન્કીને હું ધિક્કારું છું તેનું બીજું કારણ એ છે કે, 'જુડાસે જેમ જિસસને દગો દીધો હતો તેમ તેણે ગુજએફને દગો ઘધો હતો અને દગાબાજને હું કદી ચાહી શકું નહિ. બીજાને દગો ૫, Golden message. ૬. betrayed. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182