Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 177
________________ K પુસ્તકો – જે મને ગમ્યાં છે પેલી ી બાલી ઊઠી, તો તો હું કાલે આપને માટે અતિ સુંદર મુગટ બનાવી લાવીશ, અને આપને પહેરાવીશ, જેથી મને પણ આપના જેવા પુત્ર મળશે. અને બીજે દિવસે પેલી સ્ત્રી ખરેખર એક સુંદર મુગટ બનાવી લાવી અને બાલ શેમને મસ્તકે પહેરાવી દીધા. મુગટ સુંદર હતો પણ બાલ શેમે તેને હૅન્ક યુ' (આભાર, ધન્યવાદ) એટલું પણ કહ્યું નહિ. " પેલી સ્ત્રી તો ઈન્તેજાર થઈ બાલ શેમ પુત્રને આશીર્વાદ કયારે આપે છે તેની રાહ જોઈ રહી. પછી બહુ વખત સુધી બાલ શેમ કંઈ બાલ્યા નહીં ત્યારે પેલી સ્ત્રીએ જ પૂછ્યું, · મને આપના જેવા પુત્ર થાય એવા આશીર્વાદ કથા૨ે આપા છે?’ . બાલ શેમે જવાબ આપ્યો, મૈં તને કાલે મારી માની વાત કહી હતી તે તને યાદ નથી? મારી માતાએ મુગટના બદલામાં કશું માગવાની ના પાડી તેથી જ હું તેને પેટે જન્મ્યો હતો. પરંતુ તું તો મુગટના બદલામાં કશું મારી પાસેથી મેળવવાની આશા રાખી રહ્યા છે એટલે તારે પેટે કશું સંતાન નહિ જન્મે. બાલ શેમે આમ તે સ્રીને મેાટા આધ્યાત્મિક સિદ્ધાંત સંભળાવી દીધા કે, કશું માગશેા નહિ, બદલામાં કશું મેળવવાની આશા રાખશે। નહીં, તો તમને મન-વાંછત્રુ બધું મળશે! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182