________________
મધુકદાસ
અંગ્રેજી ભાષામાં એવી અર્થસમૃદ્ધિ ધારણ કરવાની શક્તિ જ નથી. મલુક એમ કહેવા માગે છે કે, “સાપ કોઈ દિવસ કામ કરવા મજૂરી કરવા જતા નથી; તેમ જ પંખીઓ પણ કદી કામ કે નાકરી કરતાં નથી. ખરી રીતે કોઈને કામ કરવા જવાની જરૂર જ નથી; કારણ કે, કુદરતે જીવમાત્ર માટે જેગવાઈ કરી દીધેલી જ છે.” ખરે જ મલુકદાસમાં થેોડોક ગાંડપણને પરંતુ ઘણા જ ધ્યાન-સમાધિના પ્રભાવ છે.
તે પોતે એટલા બધા સમાધિસ્થ હતા કે તે કહે છે
“માલા જાઁ ન કર જÖ, જીલ્યા જાઁ ન રામ, સુમરન મેરા હરિ કર્યું, મૈં પાયા બિસરામ. ’
―
Jain Education International
..
તે કહે છે, “હું ભગવાનનું નામ જપતા નથી, તેમ જ જપવા માટે માળા પણ હાથમાં રાખતા નથી. હું કોઈને જપતા જ નથી. ઊલટા ભગવાન મારું નામ જપે છે. મારે તેમનું નામ જપવાની કંઈ જરૂર નથી.” જુઓ, તમને એ કથનમાં થોડું ગાંડપણ પણ અતિ ઘણી સમાધિ રહેલી તરત દેખાઈ આવશે. મલુકદાસ એવા માણસ છે કે જેમને વિષે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તે સાક્ષાત્કારની પણ પાર ગયેલા પુરુષ છે.
For Personal & Private Use Only
—
www.jainelibrary.org