________________
રહીમ
૫.
સાથીઓએ સંઘરી રાખી છે. હું તેમને તેમના અનુયાયીઓ' નહીં કહું, કારણ કે મનસૂર જેવી વ્યક્તિને અનુયાયીઓ – માત્ર તેમનું અનુકરણ કરનારાઓ (imitators) હોતા નથી; તેમને તે પ્રેમીઓ અને સાથીઓ જ હોય. | હું મનસૂરને મારી યાદીમાં ઉમેરવાનું ભૂલી ગયો તે બદલ મને ખેદ થાય છે. મેં બહુ ખોટું કર્યું એમ જ કહેવાય. મેં બહુ ડાં પુસ્તકો રજૂ કર્યા છે અને ઘણાંને આંખમાં આંસુ સાથે પડતાં મૂક્યાં છે.
૩૩
રહીમ
(૧૬મી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું “ધ સોઝ ઓફ રહીમ' (૧રહીમનાં ગીતો’) પુસ્તક રજુ કરું છું. અત્યાર સુધી મારી યાદીમાંથી એ પુસ્તક બહાર રાખ્યું હતું, પરંતુ હવે વધુ લાંબે વખત હું તેને બાતલ રાખી શકું તેમ નથી. તે મુસલમાન હતો, પરંતુ તેણે પોતાનાં ગીતે હિંદીમાં લખ્યાં છે. તેથી મુસલમાનોને તે ગમતું નથી. અને તે મુસલમાન હતા એટલે તેનાં ગીતે હિંદુઓને ગમતાં નથી, હું એક જ એ માણસ છું જે તેનો આદર કરે છે. તેનું આખું નામ રહીમ ખાન ખાન હતું. તેનાં ગીતે કબીર, મીરા, સહજ અથવા ચૈતન્યનાં ગીતોની સમાન ઊંચાણની તથા ઊંડાણની કક્ષાનાં છે. તેણે પોતાનાં ગીતે હિંદીમાં શા માટે લખ્યાં હશે? મુસલમાન હેઈ, તે ઉર્દૂમાં જ લખી શક્યો હોત; અને ઊર્દૂ હિંદી કરતાં કેટલાય ગણી વધુ સુંદર ભાષા છે. પરંતુ તેણે જાણી જોઈને જ તેમ કર્યું નથી. કારણ કે તેને મુસલમાન ધમધતાને વિરોધ જ કર હતે.
2. lovers and friends.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org