________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? કાંઈ જ શીખ્યા નથી. તે બેની સફળતાની ચાવી તે પામી શક્યા. નથી, તે બેની સફળતાની ચાવી શું છે? – તેમની કાવ્યમયતા! '
(આ જ બેઠકના) દશમાં પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનનું જ “Thoughts and Meditations” (“વિચાર અને ધ્યાન) પુસ્તક રજૂ કરે છે. રજનીશજી શરૂઆતમાં જ જણાવી દે છે કે, મારે આ પુસ્તકની જાહેરમાં ભરસના કરવી નહતી; કારણ કે ખલિલ જિબ્રાનને હું ચાહું છું. પરંતુ કોઈ માણસના શબ્દો સત્યને આંબી જતા હોય તે તે શબ્દો રજુ કરનારને હું ચાહતો હોઉં તે પણ તેની ભરત્ના કરી શકું છું. એ બાબતની નેધ રહે તે માટે જ હું આ પુસ્તકને રજૂ કરું છું.
આ પડીનું જે વસ્તુ છે તે મને મંજુર નથી. એ પુસ્તકનું વસ્તુ વાંચવાથી જ મને માલૂમ પડી ગયું કે “ધ્યાન' એટલે એ વાતની જ ખલિલ જિબ્રાનને ખબર નથી. આ ચોપડીમાં જેને ધ્યાન” (meditations) કહ્યાં છે તે ધ્યાન નહિ પણ માત્ર “ચિંતન” (contemplations) છે. ચિતન જ વિચારની સાથે જઈ શકે.
હું આ ચેપડીને વિરોધ કરું છું કારણ કે હું ‘વિચાર'નો વિરોધી છું. એ પુસ્તકનો વિરોધી હેવાનું બીજું કારણ એ છે કે ખલિલ જિબ્રાન ધ્યાન’ (meditation) શબ્દ પશ્ચિમના લોકો જે અર્થમાં સમજે છે તે અર્થમાં જ વાપરે છે. પશ્ચિમના દેશોમાં “ધ્યાન’નો અર્થ માત્ર એકાગ્રપણે ચિતન કરવું એટલો જ થાય છે. એ ધ્યાન નથી. પૂર્વના દેશોમાં ધ્યાનનો અર્થ વિચારમાત્રનો નિરોધ કર એવો થાય છે. ધ્યાન “આના વિશે' કે “તેના વિષે' ન હોય; તેનો કશો વિષય જ ન હોય. ધ્યાનમાં કશો વિષય હવાને બદલે વૃત્તિ વિનાની માત્ર ચિતુથતિ જ ઝળહળ્યા કરે છે, અને માણસનું છેક અંતરનું સત્તવ માત્ર ચિતશક્તિ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org