________________
૨૦
દાદુ
(સાતમી બેઠકના) નવમા તરીકે વધુ એક ભારતીય અધ્યાત્મજ્ઞાનીનાં ગીતે રજૂ કરું છું. તેમના વિષે તમે ભાગ્યે કાંઈ સાંભળ્યું હશે, તેમને લોકો ‘દાદુ' કહેતા. દાદુ એટલે ‘ભાઈ. ' તે એવા વહાલસેાયા હતા કે લોકો તેમનું ખરું નામ ભૂલી જઈ તેમને ‘દાદુ' અર્થાત્ ‘ ભાઈ ” નામથી જ યાદ કરવા લાગ્યા. દાદુએ હજારો ગીત ગાયાં છે. પરંતુ તેમણે તે એકે લખી રાખ્યું ન હતું. લાકોએ તેમનાં ગીતા સાંભળીને તથા યાદ રાખીને તેમના સંગ્રહ કરેલા છે – માળી જેમ ઘણા વખત પહેલાં ગરી પડેલાં ફૂલા વીણી લે તેમ.
-
હું દાદુ વિષે જે કહું છું તે બધા જ સંતા માટે સાચું છે તે કશું લખવાની વિરુદ્ધ હોય છે. તે ગાય, બાલે, નૃત્ય કરે કે સૂચિત કરે, પરંતુ કદી લખે નહિ. કશું લખવું એટલે પાતાને ખરેખર જે કહેવું છે તેને મર્યાદિત કરી નાખવા જેવું છે. (જે કાંઈ લખ્યું તેના તે। જે શબ્દાર્થ થતા હોય તેટલા પૂરતા જ તેના ભાવ મર્યાદિત થઈ જાય છે. ત્યારે બાલેલા કે ગાયેલા શબ્દના તે। જેટલા ભાવાર્થ પણ થઈ શકે તેમ હાય તેટલા બહોળા અર્થ સમજાય છે — અલબત્ત સાંભળનાર વ્યક્તિની પોતાની મર્યાદામાં.) શબ્દ પોતે શબ્દ ત્યારે જ થઈ શકે જ્યારે તે અમુક નિશ્ચિત અર્થ મર્યાદિત કરી શકે. પણ જયારે તેની મર્યાદા ઓળંગી જવામાં આવે ત્યારે તે આકાશ જેવા બની રહે છે, જેમાં અગણિત તારાઓ સમાઈ જતા હોય છે.
મેં પોતે પણ કાંઈ જ લખાણ કર્યું નથી, મૈં માત્ર થોડા અંતરંગ મિત્રોને ઘેાડા પગો લખ્યા છે, પરંતુ તેઓ પણ મારો ભાવાર્થ સમજ્યા
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org