________________
ચીદાસ
હશે કે નહિ તેની મને ખાતરી નથી. જોકે મેં લખેલા પત્રો એ કપ
ઑફ ટી’ નામે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે, પણ મેં સીધું કઈ પુસ્તક લખ્યું નથી.
દાદુનાં ગીતોને સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. મેં દાદુ વિશે ઘણું વક્તવ્ય કર્યું છે. હું એટલું જ કહીશ કે, કઈ કલ્પના પણ કરી શકે તેટલી ઊંચાઈએ દાદુ પહોંચ્યા છે.
૨૧. ચંડીદાસ
(પંદરમી બેઠકના) છેલ્લા - દશમાં પુસ્તક તરીકે હું રાંડીદાસનાં ગીતેનું પુસ્તક રજૂ કરું છું. તે બહુ નાનું પુસ્તક છે, તથા દુનિયાના બહુ થોડા લોકોને જ જાણીતું પણ છે, પરંતુ છાપરે ચડીને દુનિયાના એકેએક જણને તેની જાહેરાત કહી સંભળાવવા જેવી છે.
ચંડીદાસ બંગાળાને એક પાગલ બાઉલ” છે. બાઉલ શબ્દને અર્થ જ બાવરો – વ્યાકુળ એવો થાય છે. ચંડીદાસ તો ગામેગામ ગીતો ગાતા અને નાચતા ફરતા. કોણે તેમનાં ગીતોને સંગ્રહ કર્યો તે કોઈ જાણતું નથી. તેમને સંગ્રહ કરનાર કોઈ મહાન – ઉદાર વ્યક્તિ હશે, જેણે પોતાનું નામ પણ જાહેર કર્યું નથી.
alleraai oldu ("The songs of Chandidas') એ નામ બોલતાં જ હું પ્રભાવિત થઈ જાઉં છું. “ચંડીદાસ' નામ બોલતાં જ મારું હૃદય જુદા પ્રકારના ધબકારાથી ધબકવા માંડે છે. તે કે (અખો) માણસ હતો, અને કે (અખો) કવિતા કવિઓ તે હજાર થઈ ગયા છે, પરંતુ ચંડીદાસ સોમનની કોટીના કવિ હતા. એમનની કઈ સાથે સરખામણી કરવી હોય તો તે ચંડીદાસ સાથે જ કરી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org