________________
ફરીદ
૫૩ ફરી જાઉં. આ પૃથ્વી ઉપર જ મેં એવા ઘણા નમૂનાઓ જોયા છે. હું એ તમને એક નથી.
અને મારી બદગોઈ થતી જાણ્યા છતાં તથા બધાં જ કહેવાતાં સન્માનનીય સ્થળોએથી થતે મારો ફિટકાર સાંભળવા છતાં, મારા પિતા મારા શિષ્ય બન્યા. કેટલી બધી હિંમત! અરે પહેલી વારે તેમણે મારા ચરણને સ્પર્શ કર્યો, ત્યારે હું પોતે જ આભો બની ગયો હતે. હું રડી જ પડયો... અલબત્ત મારી પોતાની ઓરડીમાં જઈને – બીજું કોઈ ન જુએ તેમ. તેમણે જ્યારે મારી પાસે દીક્ષા ગ્રહણ કરવાની માગણી કરી, ત્યારે મને પોતાને જ એ વાત માન્યામાં આવી ન હતી. તે વખતે હું માત્ર ચૂપ જ રહ્યો હતો. “હા” કે “ના' એ કશે જવાબ હું આપી શક્યો ન હતો. હું મૂંગો જ બની ગયો હતો, કારણ કે, મને આઘાત પહોંચ્યો હતો – હું આશ્ચર્યચકિત થઈ ગયો હતે.
૩૧
ફરીદ
(છઠ્ઠી બેઠકના) આઠમા તરીકે હું ફરીદને રજુ કરું છું. ફરીદ સૂફી અર્થાત્ અધ્યાત્મ જ્ઞાની છે, તથા કબીર, નાનક અને બીજા કેટલાકના સમકાલીન છે. મેં તેમને વિશે પહેલાં હિંદીમાં – અંગ્રેજીમાં નહિ– વકતવ્ય કરેલું છે. હું તેમને ચાહું છું. તેમનાં ગીતોમાં તે પોતાને “ફરીદા’ નામથી સંબોધે છે. તે હમેશાં (પોતાનાં ગીતામાં) પોતાને જ સંબોધન કરે છે, બીજાને નહિ તે પોતાનાં ગીતની શરૂઆત એમ કહીને કરે છે કે, “ફરીદા, તું સાંભળે છે?”, “ફરીદા સાવધાન!",
ફરીદા આમ કર કે આમ ન કર”ઈ0. હિંદીમાં તમે “ફરીદ” કહે છે તે માનવાચક સંબોધન થાય, પરંતુ “ફરીદા' કહે છે તે સંમાન દર્શાવ્યું ન કહેવાય – નકરોને જ એ રીતે બોલાવી શકાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org