________________
દયાબાઈનાં ગીત THE SONGS OF DAYABAI (બારમી બેઠકના) દશમા પુસ્તક તરીકે હું “ધ સોન્ઝ ઑફ દયાબાઈ' રજૂ કરું છું. એ પુસ્તક ધર્મગ્રંથ નથી પણ તમે તેને માત્ર વાંચે નહિ પરંતુ તેના ઉપર ધ્યાન-ચિંતન કરે, તો તે ખરેખર એક “ધર્મગ્રંથ” જ છે. હજુ એ મૂળ હિંદીમાં જ ઉપલબ્ધ છે. તેનું ભાષાંતર અંગ્રેજીમાં થયું નથી, મેં રાબિયા, મીરાં, લલ્લા અને સહજ વિશે આ બેઠકોમાં ઘણું કહ્યા કર્યું છે. પણ દયાબાઈ વિશે ઉલ્લેખ પણ નહોતો કર્યો તે વાતનું દુ:ખ મને મનમાં રહી જતું હતું, એટલે અત્યારે તેને નામમાત્રથી ઉલ્લેખ કરીને સંતોષ પામું છું.
દયાબાઈ મીરાં અને સહજોની સમકાલીન હતી, પરંતુ તે બને કરતાં એ વધુ ગહીર-ગંભીર (profound) છે”(ગુણવત્તાના પ્રમાણમાં ક્રમાંક આપવા માગીએ) તો તે ક્રમાંકથી પર છે તેને બીજા કોઈ સાથે ક્રમાંકમાં મૂકી શકાય તેમ નથી.
દયા એક નાનકડી કોયલ છે. અંગ્રેજીમાં કોયલ માટે CUCKO0 શબ્દ છે, અને “બુઠ્ઠી બુદ્ધિનુંએવા અર્થમાં તે વપરાય છે. પરંતુ દયા “બુઠ્ઠી બુદ્ધિની નહિ પણ “મીઠું મધુર’ ગાનાર કોયલ છે? ભારતદેશની ઉનાવાની રાતે દૂરથી મીઠું ટહુકી ઊઠનારી કોયલ! આ દુનિયારૂપી સુકા ઉનાળામાં દૂરથી આવતો ટહુકાર!
૧. રાબિયા, લલ્લા વગેરે વિશે હવે પછીના ખંડેરમાં આવશે. - સ. ૨. કૌંસમાં મૂકેલો ભાગ મૂળના વિવરણરૂપે ઉમેરેલો સમજવો. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org