________________
૧૬
“પુસ્તકે - જે મને ગમ્યાં છે” મહેક પિતાના પુસ્તકમાં ઉતારી છે. પિતાને માટે જ નહિ પણ સમગ્ર દુનિયા માટે સમગ્ર જગત તેનું હંમેશ માટે ઋણી રહેશે. તેણે બોવિજ્ઞાન પ્રાપ્ત કર્યું નહોતું, છતાં તેણે આ પુસ્તક લખીને એક અશક્ય જેવી વસ્તુ શક્ય કરી છે.
૫. આ જ બેઠકના નવમા પુસ્તક તરીકે હું ક્રિસ્ટમસ ફ્રી (Christmas Humphrie)ના પુસ્તક “ઝેન બુદ્ધિઝમનો ઉલ્લેખ કરવા માગું છું. એ પુસ્તક સુંદર છે પરંતુ તેનું નામ ખરાબ (ugly) છે; કારણ કે ઝેનને કોઈ વાદ કે સિદ્ધાંત સાથે કશી લેવાદેવા નથી – બુદ્ધિઝમ (બૌદ્ધ સિદ્ધાંત) સાથે પણ નહિ. પશ્ચિમની દુનિયાને લાખ લોકોને ઝેનની દુનિયામાં પ્રવેશ કરાવીને હંફ્રીએ તેમની અમૂલ્ય સેવા બજાવી છે.
હંફ્રી પિતે ડી.ટી. સુઝુકીને શિષ્ય હત; અને તેણે કોઈ શિષ્ય ન બનાવી શકે તેવી પોતાના ગુરુની સેવા છેક છેવટ સુધી બનાવ્યા કરી છે. કોઈ જ્ઞાની પુરુષની તહેનાતમાં રહેવું અને તેની વફાદારીપૂર્વક સેવા બજાવવી એ બહુ જ અઘરી વસ્તુ છે. પરંતુ હંફ્રી એ અઘરી કસોટીમાંથી છેવટ સુધી અડગ રહીને પાર ઊતર્યો છે. અને એને અડગ રહેવાને જુસ્સે તેના પુસ્તકમાં ભારોભાર પ્રગટ થાય છે.
૬. સુઝુકી ઉપરાંત ઘણા લોકેએ ઝેન વિષે પુસ્તકો લખ્યાં છે; પરંતુ રૉસ (Ross)ને “શ્રી પિલર્સ ઑફ ઝેન' (Three Pillars of Zen') પુસ્તકનો ઉલ્લેખ કર્યા વિના ચાલે તેમ નથી. કારણકે ઝેન 'વિશે' લખાયેલાં – હું કહું છું તે શબ્દ ઉપર બરાબર ધ્યાન આપે – ઝેન વિષે (about Zen) લખાયેલાં તમામ પુસ્તકોમાં ભેંસનું પુસ્તક અતિ સુંદર છે. “ઝેન વિશે' એવું કહેવાનું કારણ એટલું જ કે, એ બાઈને ઝેનને જાત-અનુભવ જરાય ન હતે. પરંતુ ઝેન વિષેનાં પુસ્તકો વાંચીને તથા જાપાનના કેટલાય મઠોની મુલાકાત લઈ લઈને તેણે છેવટે જે પુસ્તક લખ્યું છે, તે લાજવાબ છે.
૧, ૧૬મી બેઠકનું પાંચમું પુસ્તક. - રસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org