________________
૨૨
પુસ્તકે - જે મને બચ્યાં છે (right-hand book) : બધી રીતે right અર્થાતુ ખરું. તે એટલું બધું “ખરું છે કે મને કઈક વાર તેના તરફ ત્રાસ જેવું થઈ આવે છે. ત્રાસ જેવું’ એ પુસ્તકને હું કહું છું ખરે, પરંતુ આંખમાં આંસુ સાથે. કારણકે, જે માણસે એ પુસ્તક લખ્યું છે તેની ઉત્કૃષ્ટતા છે બરાબર પ્રમાણું છું. હું કુંદકુંદાચાર્યને ખરેખર ચાહું જ છું. માત્ર તેમણે ગણિતશાસ્ત્રની રીતે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું તે બદલ તેમને ઊંડેથી ધિક્કારું છું.
૧૨
તત્વાર્થસૂત્ર *
ઉમાસ્વાતિ અને તેમના ગ્રંથ “તત્વાર્થસૂત્ર' વિશે બોલવાને મને હંમેશાં વિચાર આવ્યા કર્યો છે. ઉમાસ્વાતિ અધ્યાત્મજ્ઞાની પુરુષ છે – પરંતુ તદ્દન સૂકા – લૂખા – રસ વિનાના
ઉમાસ્વાતિએ પોતાના ગ્રંથમાં તત્ત્વ – પરમ તત્ત્વ- પરમ સત્ય વિષે વાત કરી છે, તેથી તે પુસ્તકનું નામ “તત્ત્વાર્થસૂત્ર' છે. “તત્વ” એટલે પરમ તત્વ - પરમ સત્ય.
તત્વાર્થસૂત્ર બહુ સુંદર પુસ્તક છે. તેના વિશે કહેવાને મેં ઘણી વાર વિચાર કર્યો છે, પરંતુ પછી તેને પડતો મૂક્યો છે. કારણકે તે પુસ્તક કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ જેવું વધારે પડતું ગણિતશાસ્ત્રીય પુસ્તક છે. બધા જૈન તત્વજ્ઞાનીઓ શુષ્ક – છેક જ સૂકા- કચ્છના રણ જેવા લૂખા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org