________________
સુઝુકી વગેરેઃ ઝેનના પુરસ્કર્તાઓ
૧૭ તેણે પિતાના પુસ્તકના નામમાં ઝેનના ત્રણ સ્તંભોની વાત કરી છે, પરંતુ તે ખોટું છે. ઝેન એ કોઈ મંદિર નથી કે જે ભે ઉપર ખડું કરવામાં આવ્યું હોય. ઝેન તે અણીશુદ્ધ શૂન્યતા (nothing ness) છે. તે પણ તે પુસ્તક ય યોચિત વૈજ્ઞાનિક પદ્ધતિએ લખાયેલું પુસ્તક છે, અને જેને બૌદ્ધિક રીતે “ઝેન' વસ્તુને પરિચય મેળવવો હેય, તેમને એના જેવું બીજું કોઈ પુસ્તક નહિ મળે.
૭. હું હવે ઍલન વૉટ્સ (Allan Watts)ને તેમનાં રચેલાં બધાં પુસ્તકો સાથે રજૂ કરવા માગું છું. હું આ માણસને અતિશય ચાહું છું. મેં બુદ્ધને જુદાં કારણથી ચાહ્યા છે તેમજ સૉલોમનને પણ જુદા જ કારણથી તે જ્ઞાન-સાક્ષાત્કાર પામેલા પુરુષો હતા. ઍલન વૉટસ જ્ઞાન-સાક્ષાત્કાર પામેલા પુરુષ નથી. તે અમેરિકન છે.” જોકે અમેરિકામાં જન્મેલ અમેરિકન નથી – એમને માટે એ કારણે જ આશા રાખી શકાય. તે અમેરિકામાં આવીને વસ્યા હતા એટલું જ. પરંતુ તેમણે અમૂલ્ય કહી શકાય તેવા અતિ મૂલ્યવાન પુસ્તકો લખ્યાં છે. તેમાં “ધ વે ઑફ ઝેન' ('The Way of Zen') એ સૌથી વધુ અગત્યનું પુસ્તક છે. તે સૌંદર્ય અને સમજણથી ભરેલું માતબર પુસ્તક છે. શાન-સાક્ષાત્કાર ન પામેલા એવા લેખકનું એ પુસ્તક તેથી જ વધુ પ્રસંશનીય છે.
તમે શાન સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય ત્યારે તમે જે કંઈ કહે તે સુંદર – અમૂલ્ય જ હોય. પરંતુ તમને જ્ઞાન-સાક્ષાત્કાર પ્રાપ્ત ન થયો હોય – હજ અજ્ઞાન અંધકારમાં જ અટવાતા છે ત્યારે પણ તમને જ્ઞાન પ્રકાશનું એક કિરણ પણ લાવે ત્યારે તે એક અનોખી – અદ્ભુત ઘટના બની રહે છે. ઍલન વૉટ્સ મંજિલની બહુ નજીક આવી પહેચેલા પુરુષ હતા.
૧. નવમી બેઠકમાં પાંચમું પુસ્તક રજા કરતી વેળા. -સ ૫૦ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org