________________
ધર્મ નથી તે અસત્ય બોલવામાં શા માટે અચકાશે ? એ ચોરી કરવામાં અપરાધ ન માનનાર ચેરી અને તેના અતિચારેથી શા માટે ગભરાય? જે વ્યભિચારને જડની ક્રિયા માને છે તે બ્રહ્મચર્યનું પાલન શા માટે કરે? તે જ રીતે જે જીવ પરિગ્રહને પાપ તથા સંસારનું કારણ માનતે. નથી તે સંગ્રહખોરી નહિ કરે તે શું કરો ? આમ આચરણ અને વિચાર એક બીજાનાં કાર કાર્ય છે.
સંસારમાં સ્પષ્ટ દેખાય છે કે આચરણ પરથી વિચારો ઘડાય છે. જેમ કે જે માંસભક્ષી છે તેના વિચારે ક્રૂર હેવાના જ. અને શાકાહારીના વિચારમાં મૃદુતા હશેજ. કોઈપણ શાકાહારી હિંસાને જોઈને કે જાણીને દુઃખી થશે - જયારે માંસાહારીને તેની કંઈ અસર થવાની નહિ.
વિચાર બદલવામાં મુખ્યત્વે દર્શન ઉપગી છે જ્યારે અડચણ બદલવામાં ધર્મ સહાયક છે. દા. ત. કેઈ નાસ્તિક છે અને તે પુર્નજન્મ અને પરલોકમાં માનતો નથી તે પણ જે તેની સાથે દિનરાત આસ્તિકતા પોષક યુક્તિ અને પ્રમાણેની ચર્ચા કરાય છે તે આસ્તિક બની જવાને સંભવ છે, ને તેથી ઉલટુ આસ્તિક નાસ્તિકપણાના વાતાવરણમાં દીર્ઘ કાળ રહે તે તે નાસ્તિક થઈ જવાને. હાલ પવન નાસ્તિકતાને છે તેથી ધર્મ-કર્મ-આચાર વગેરેને મીટીએ ટીંગાડવામાં આવે છે, આમ બહારના વાતાવરપણને પ્રભાવ આત્મા પર પડયા વિના રહેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com