________________
૩૦
જે પુણય યા ધર્મ કાર્યોને કેવળ બંધનું કારણ બતાવી હેય કહીને છોડી દેવામાં આવે તે તેજ ધર્મથી પ્રાપ્ત થનાર સાંસરિક સુખ-સંપદાઓથી પણ વંચિત રહેવું પડશે અને મોક્ષ પ્રાપ્તિ પણ સર્વથા અસંભવ છે કારણ કે માત્ર વાતથી કામ ચાલતું નથી.
મેક્ષ માટે પરમ ઉચ્ચકોટિના ચારિત્રની આવશ્યકતા છે. પૂજા દાન, વ્રત, તપ વગેરેને છેડવાથી સ્વગ વગેરે સંપત્તિ મળશે નહિ પણ નરક, તિર્યંચાદિ ગતિઓમાં મહાન દુઃખમાં જ અનંતભવ કાઢવા પડશે. મોક્ષને અનુરૂપ સમ્યક દર્શનાદિ ન મળે ત્યાં સુધી પાપ ક્રિયાઓમાં મન લગાવવું ઠીક નથી તપને હેય ગણવાથી મહાન તપ પણ હેય બની જાય છે જેમ કે એક પૈસે જે પરિગ્રહ હોય તે કરોડ રૂપિયા પણ પરિગ્રહ છે અને એ પણ
કર્મોની આત્યંતિક અને સમસ્ત નિર્જરા થઈ જવાને મોક્ષ કહે છે. આ નિર્જરા એકદમ થઈ જતી નથી પણ અનેક અવસ્થાઓમાં કમશઃ થાય છે. મિથ્યા દષ્ટિ કરતાં સમ્યગદષ્ટિને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. અને અવતી કરતાં વ્રતીને તેથીયે વધુ થાય છે. આમ જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ નિર્જરા અસંખ્યાત ગુણી થાય છે. અને છેવટે બધાં કમ ખરી પડે છે અને નવાં આવવાનાં કે કારણે રહેતાં નથી ત્યારે મુકિત પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com