________________
બની બેસે છે તે પત્થરના નાવડામાં બેસે છે ને પરિણામે પિતે ડૂબે છે અને શિષ્યોને પણ ડૂબાડે છે. કોઈપણ જીવે ભાષા કે વિજ્ઞાનને જાણવું હોય તે અનુક્રમથી તેનું યોગ્ય ગુરુ દ્વારા શિક્ષણ લેવું પડે છે ત્યારે જ તેનામાં લાયકાત આવે છે. શરૂમાં પહેલી ચોપડીથી શરૂ કરાય છે ને તે ઠેઠ એમ. એ. કે તેવી બીજી ઉપાધિની કક્ષા સુધી ભણવું પડે છે. શરૂથી જ એમ.એ.નાં પુસ્તકે કંઈપણ કાર્યકારી નથી. માત્ર મુમુક્ષુ મંડળમાં એવું અંધેર ચાલે છે કે પિતાની યોગ્યતા અ
ગ્યતાનો વિચાર કર્યા વિના કે પિતાના જ્ઞાનનો પશમ કેટલું છે તેનું માપ કાઢયા વિના સૌ કેઈ સમયસાર લઈ બેસી જાય છે ને પરિણામે પંડિત બનારસીદાસજીની શરૂઆતની દશાની જેમતે એકાંતિક મિસ્યા દષ્ટિ બની જાય છે ને શ્રેતા વર્ગને પણ પતનની ખાઈમાં ધકેલે છે. આ બધાં ભાઈબહેને ચારે અનુગના ગ્રંથને સમન્વય અને નિષ્પક્ષ દૃષ્ટિએ સાપેક્ષ સિદ્ધાંતને નજર સમક્ષ રાખી અભ્યાસ કરે અને તેમાં પણ લોકેષણા, ધનેષણા, કીર્તિ-વાંચ્છા વગેરે ન હોય તો તે પછી સમયસારનું પઠન પાઠન અને સ્વાધ્યાય પણ કલ્યાણનું કારણ બન્યા વગર રહે નહિ. શ્રી ૧૦૮ અમૃતચંદ્ર આચાયે એજ ૨૧૭ મી ગાથામાં કહ્યું છે કે “7 Rafi as તોષ” એટલે કે નય પ્રમાણના જાણનારાઓ માટે આ કથન પરસ્પર વિરોધી નથી. એટલે ઉપદેશક અગર વકતા નય અને પ્રમાણુનું જ્ઞાન ધરાવતા હો જરૂરી છે તે સાબીત થાય છે. કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com