________________
સમ્યક ચારિત્રના અંગભૂત દેવપૂજા, દાન ઉપવાસ વ્રતાદિ છે તેનાથી કદીયે બંધ થતું નથી. પણ હા, આ ક્રિયાઓમાં સ્વ-પર સંબંધી રાગભાવ હોય છે તેજ બંધનું કારણ બને છે. રાગભાવ યુકત ધર્મના પરિણામેને જ પુણ્ય કહેવાય છે. રાગભાવ વિનાના ધર્મનાં પરિણામને ધર્મ કહેવાય છે. પરંતુ આત્માની અબંધ અર્થાત્ વિતરાગ અવસ્થા તે બારમા ગુણસ્થાને થાય છે. ત્યાં સુધીની શુભક્રિયાનું શું ? આજકાલ અધ્યાત્મને ઉપદેશ કરવા વાળા બંધનાં કારણો ને હેય અને ત્યાજય બતાવે છે પણ પિતાની અને ઉપદેશ સાંભળી ગદ ગદ થઈ જનાર સૌની અખંધ અવસ્થા નથી તેને વિચાર કેમ કરતા નથી ! શિષ્ય અને ગુરૂ બને એક કોટિમાં છે સમ્યકદર્શનાદિમાં પર નિમિત્તે થતા હેયાંશ-રાગભાવ છે તે તજવા જેવા છે તેમ કહેવાય તે તે ઠીક છે પણ દેવપૂજા દાનાદિને હેય કહેવાં એ એક ભારે આશ્ચર્ય છે. દેવપુજા વગેરે બંધનાં કારણે નથી છતાં તેને હેય બતાવાય છે. જયારે ખાનપાન, સુવું બેસવું. વિષય ભેગાદિ વગેરે જે સર્વથા સાંસારિક અને બંધના કારણે છે તેને પોતે છોડતા નથી અને બીજાને છોડવાને ઉપદેશ દેતા નથી તે તેનાથી પણ વધુ આશ્ચર્ય છે વળી તેના કરતાં તે ઔર અધિક આશ્ચર્યની વાત એ છે કે આવાં હેય-સાંસારિક પાપકાર્યોથી જે વિરકત છે, ઉદાસીન છે. એવા દિગંબર મુનીને તિરસાર કરે છે અને તેમને પોતાનાથી નીચા માને છે અને જણાવે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com