________________
તેમાંથી જેનું લગ્ન છે તેનાં ગીત ગવાય છે તેને અર્થ એ નથી કે બીજાનાં કદી ગવાવામાં જ નથી પણ અહીં એક મુખ્ય છે બીજે ગૌણ છે આજ વાતને શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થ સિદ્ધયુપાયના લેક ૨૨૫માં સ્પષ્ટપણે જણાવી છે કે
एकेमाकर्षन्ती इलथवती वस्तुतस्थमितरेण । अन्तेन जयति जैनी नोतिर्मथाननेवामिष गोपी ॥२२५।।
- જેમ દહીં વલોવી તેમાંથી માખણ કાઢવાવાળી ગોવાલણ લેણાની રાસ એક હાથે ખેંચે છે ને બીજો હાથ ઢોલો મૂકે છે આમ બેમાંથી કયારેક એકની શિથિલતા અને બીજાની દઢતાને ક્રમશઃ ઉપયોગ કરીને માખણ મેળવે છે. તે જ પ્રમાણે બંને-નિશ્ચય અને વ્યવહારમાંથી એકને મુખ્ય અને બીજાને ગૌણ કરીને વસ્તુતત્વને મેળવવાવાળી જૈન નીતિ સદા જયવંત રહો. વાસ્તવમાં માનવજીવનને સાર આ ચારિત્ર જ છે. પુણ્ય અથવા ધર્મ જ સમ્યકચારિત્ર છે. જ્ઞાનની અંતિમ સીમા કેવળ જ્ઞાન છે જે ચારિત્ર્યથી જ પ્રાપ્ત થાય છે ને તેની ક્યાં સુધી રાહ જોવી? આ પંચમકાળમાં મનઃ પર્યજ્ઞાન, અવધિજ્ઞાનની તે વાત જ નથી અરે પૂર્ણ શ્રુતજ્ઞાનના પણ સાંસા છે તેથી જ્ઞાનને ગૌણ રાખવાનું કહ્યું છે અને દર્શનને મુખ્ય કરી ચારિત્રની સિદ્ધિ કરવા જણાવ્યું છે.
અહીં પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન છે તેની પ્રણાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com