________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ' ' પ્રશ્ના ચૌદપૂર્વી વગેરે શી રીતે પ્રત્યક્ષજ્ઞાની કહેવાય? કેમ કે તેઓ શ્રુતજ્ઞાની છે અને શ્રુતજ્ઞાન તે પરોક્ષજ્ઞાન છે. 1 ઉત્તર- ચૌદપૂર્વ વગેરેના બલથી જે જ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે પ્રત્યક્ષ જેવું છે. જેથી જેને જે રીતે અતિચાર કર્યો હોય તેને તે પ્રમાણે આ ચૌદપૂર્વી વગેરે સર્વે જાણે છે.
પ્રશ્ન - હવે જે આગમવ્યવહારીને સર્વભાવ વિષયક જ્ઞાન હોય, તો તેમની આગળ જઈ આલોચના શા માટે કરે ? તેમની આગળ જઈને કહી દે કે “મારા અપરાધે તમે બધા જાણે છે તેનું મને પ્રાયશ્ચિત્ત આપી દે.
ઉત્તર – ગુરુ આગળ આલોચના કરવાથી ઘણા ગુણોની પ્રાપ્તિ થાય છે. તથા સમ્યમ્ આરાધના થાય છે. તે આ પ્રમાણે –આલેચનાચાર્ય તે આલોચકને ઉત્સાહિત કરે કે “હે વત્સ! તું ધન્ય છે, તું ભાગ્યશાળી છે, કેમકે તું માને છેડી આત્મહિત માટે તારા ગુપ્ત પાપ પ્રગટ કરે છે. આ કામ મહાદુષ્કર છે. આ પ્રમાણે ઉત્સાહિત કરવાથી પરિણામની વૃદ્ધિ થવાના કારણે વધતા પરિણામવાળો સારી રીતે શલ્યરહિત થઈ યથાસ્થિત આલેચના કરી પ્રાયશ્ચિતને સ્વીકારે. તેથી અંતકાળે આરાધક થઈ થોડા વખતમાં મોક્ષ પામે (૮૫૫-૮૫૬)
હવે શ્રત વ્યવહાર અને આશાવ્યવહાર કહે છે.
आयारपकप्पाई सेसं. सव्वं सुयं विणिदिदठं २। : - સંતરઢિયાળે વાળ કાળા રૂ. ૮૬૭ છે.
| આચારપ્રક૯૫ (નિશિથ) વગેરે બાકીનું સમસ્ત શ્રેન તે મૃત વ્યવહાર બીજા દેશમાં રહેલા ગીતાથ પાસે જે ગૂઢ પદો વડે આલોચના કરવી તે આજ્ઞાવ્યવહાર
રયુતવ્યવહાર – હવે શ્રુતવ્યવહાર કહે છે. આચારપ્રકલ્પ એટલે નિશિથથી માંડીને આઠ પૂર્વ, અગ્યાર અંગ, વ્યવહાર સૂત્ર અને દશાશ્રુતસ્કંધ વિગેરે સમસ્ત શ્રુત તે શ્રુતવ્યવહાર. નવ-દશ વગેરે પૂર્વોને જ્ઞાનનું શ્રુત હોવા છતાં પણ અતિંદ્રિય પદાર્થોમાં અતિશયવાળા હોવાથી વિશિષ્ટ જ્ઞાનરૂપે કેવળજ્ઞાન વગેરેની જેમ તે પણ આગમવ્યવહારી કહેવાય છે. '
શ્રુતવ્યવહારીઓ સ્પષ્ટ જાણવા માટે આલેચક પાસે ત્રણ વખત અતિચારોની આલેચના કરાવે એટલે બેલાવે. કેમકે એક કે બે વાર આલેચન કરાવવાથી આના - વડે સારી રીતે આલેચના કરી કે ન કરી તે વિશેષ (બરાબર) પ્રકારે જણતું નથી.
પ્રશ્ન- કેવી રીતે ત્રણવાર આલોચના કરાવે ?