________________
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
૧૪૧ આ વાતમાં લોકપ્રતીત તથા વર્તમાન આગમાં કેઈપણ વિવેકદ્રષ્ટિવાળાને વિરોધ નથી. કારણ કે વિરોધ કરવાથી કરેલ કાર્ય નિષ્ફળ જવાને પ્રસંગ આવે, અને તે હકીકત બરાબર નથી. કેમ કે વેપારીઓ કે ખેડૂતે પિતાના કરેલા શુભઅશુભ કર્મોના ફળને પ્રત્યક્ષ જોગવતાં જોવામાં આવે છે. માટે નક્કી થયું કે, “આ જીવ પિતાના કરેલા કર્મોને ભોગવનાર છે. આ પદ વડે જીવ અભક્તા છે. (ક્તા નથી) એમ માનનાર દુર્નયને તિરસ્કાર કર્યો (ખંડન કર્યું),
(૫) આત્માને મેક્ષ છે – આ જીવને મોક્ષ હોય છે એટલે સત્ એવા જીવને રાગ, દ્વેષ, મદ, મોહ, જન્મ, જરા, રોગ વિગેરે દુઃખના ક્ષય (નાશ) રૂપ જીવની અવસ્થા વિશેષ સ્વરૂપ મેક્ષ છે. આ વાત કહેવાથી જે બૌદ્ધો કહે છે કે, “દિવાના બૂઝાવા (ઓલવાવા) રૂપ (જીવના) અભાવ સ્વરૂપ નિર્વાણ એટલે મેક્ષ છે.” એ વાતનું ખંડન થયું, કેમ કે બૌદ્ધો દિવાની જયેતની જેમ જીવના સર્વથા નાશને જ મોક્ષ કહે છે. તે આ પ્રમાણે જણાવે છે કે
જેમ દિવે બૂઝાઈ ગયા પછી પૃથ્વીમાં જેતે નથી, આકાશમાં જ નથી. કેઈ દિશાઓમાં કે કઈ વિદિશાઓમાં પણ તે નથી. પરંતુ તેલનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે. તેમ મેક્ષ પામેલ જીવ પણ પૃથ્વીમાં જ નથી કે આકાશમાં જો નથી કે કઈ દિશાઓમાં કે વિદિશાઓમાં જ નથી. પરંતુ ફલેશ નાશ થવાથી ફક્ત શાંતિને પામે છે.
પરંતુ આ માન્યતાથી દીક્ષા વિગેરે પાલનનો પ્રયાસ નિરર્થક થાય છે અને દિવાનું દષ્ટાંત અસિદ્ધ છે, તે આ પ્રમાણે છે.
દિવાની તો સર્વથા વિનાશ નથી. પરંતુ પુદગલની તેવા પ્રકારના પરિણમનની વિચિત્રતાના કારણે જ તે અગ્નિના (જેતના) પુદ્ગલે જે પ્રકાશરૂપ હતા તે અંધકારરૂપને પામે છે. તથા દવે બૂઝાયે છતે તરત જ અંધકારના પુદ્ગલરૂપ વિકાર ઉત્પન્ન થાય છે તેથી તે દીર્ઘકાળ દેખાતું નથી.
અંજનના ૨જની જેમ આ અંધકાર સૂક્ષમસૂક્ષમતર પરિણામ સ્વરૂપ હેવાથી પવનવડે હરણ કરાતી અંજન (મેશની) જે કાળી રજ ઉડે છે, તે અભાવથી નહિ પણ સૂક્ષમ પરિણામ સ્વરૂપ હેવાથી દેખાતી નથી.
તેથી ઉપરોક્ત સ્વરૂપવાળે દીવે અન્ય પરિણામને પામીને બૂઝાયેલે (નિર્વાણ પામેલ) કહેવાય છે. તેમ કર્મરહિત એ જીવ પણ ફક્ત અમૂર્ત આત્મ સ્વરૂપ અન્ય પરિણામને પામીને નિર્વાણ પામ્ય કહેવાય છે. એટલે વિદ્યમાન જીવની દુખના ક્ષય સ્વરૂપ જીવની જે અવસ્થા તે નિર્વાણ એમ નક્કી થયું.