________________
૨૬૬. તેને પ્રવિચાર
૪૫૩ ભવનપતિ, વ્યંતર, જતિષી અને ઈશાન સુધીના પહેલા બે દેવકના દેવ ફિલણ પુરુષવેદના ઉદયના પ્રભાવે મનુષ્યની જેમ મૈથુનક્રિયામાં આસક્ત થઈ સર્વાગીણ કાય કલેશજન્ય સ્પર્શરૂપ આનંદ પ્રાપ્ત કરી સંતેષ પામે છે, બીજી રીતે નહીં. શરીરવડે મનુષ્ય સ્ત્રીપુરુષની જેમ જેમનું મૈથુનસેવન છે, તે કાયપ્રવિચારવાળા કહેવાય. - સનતકુમાર અને મહેન્દ્ર-એ બે દેવકના દેવ સ્પેશવડે સપ્રવિચાર એટલે મૈથુન સુખ માનનારા છે. તે દેવે જયારે મૈથુનની ઈરછાવાળા થાય, ત્યારે દેવીઓના સ્તન વગેરે અવય સાથે રમત કરવાવડે જ કાયમૈથુનવાળા દેથી અનંતગણુ સુખ પ્રાપ્ત કરે છે. અને સંતષિત થાય છે તથા દેવીઓને પણ દેવડે સ્પર્શ કરાવાથી દિવ્ય પ્રભાવના કારણે શુક પુલને સંચાર થવાથી અનંતગણુ સુખ ઉત્પન્ન થાય છે અને શરીરની કાંતિ વધે છે. આ પ્રમાણે આગળના દેવામાં પણ વિચારવું.
બ્રહ્મલેક અને લાંતદેવકના દેવ, દેવીએના રૂપ જેવાવડે મિથુનસુખ માનનારા છે. એટલે દેવીઓના દિવ્યઉન્માદ કરાવનારા રૂપ જોવા વડે જ ત્યાં રહેલા દેવે મિથુન સુખને પામે છે.
શુક્ર અને સહસ્ત્રાર-એ બે દેવકના દેવ દેવીઓના શબ્દ, અવાજ, સાંભળવા વડે મૈથુનસુખ માને છે. એટલે દેવીઓના વિલાસ યુક્ત ગીત, હાસ્ય, બલવું, આભૂષણેના અવાજ વગેરે આનંદકારક અવાજ સાંભળી ત્યાં રહેલ દેવે ઉપશાંત વેહવાળા થાય છે. * આનત, પ્રાકૃત, આરણ, અશ્રુત-એ ચાર દેવલોકના કે મનવડે મિથુનસુખને માનનારા હોય છે. તે દેને જ્યારે મૈથુનની ઈચ્છા થાય ત્યારે દેવીઓને મનમાં લાવે છે. ત્યારે તે દેવીઓ પણ તેમના સંક૯૫થી અજાણ હોવા છતાં તેવા પ્રકારના સ્વભાવથી જ અદ્દભુત શણગાર સજી પિતાના સ્થાનમાં જ રહી ઊંચાનીચા મનને ધારણ કરતી મનવડે જ ભંગ માટે તૈયાર (હાજર) થાય છે. તેથી આ પ્રમાણે એકબીજાના મનના સંકલ્પ વડે દિવ્ય પ્રભાવથી જ દેવીઓમાં શુક્ર પુત્રને સંક્રમ થાય છે. જેથી બંનેને કાયમૈથુન કરતાં પણ અનંતગણુ સુખ ઉત્પન્ન થાય છે અને તૃપ્તિ પામે છે. ઉપરના વેયક અનુત્તરમાં રમી સાથે મૈથુન બિલકુલ નથી. (૧૪૩૯) આથી જ કહે છે.
गेविज्जणुत्तरेखें अप्पवियारा हवंति सव्वसुरा । सप्पवियारठिईणं अणतगुणसोक्खसंजुत्ता ॥१४४०॥
નવગ્રેવેયકમાં અને પાંચે અનુત્તરમાં બધાયે દેવે અવિચારી એટલે મૈથુન સેવનથી રહિત છે.
પ્રશ્નઃ - તે પછી તે અપ્રવિચારી દેને જરાપણ સુખ મળશે નહીં ને? ' 'ઉત્તર - ના. તે અપ્રવિચારી દે, સપ્રવિચારી દેવો કરતા અનંતગુણ સુખવાળા હોય છે. કારણ કે અતિઅલપ મેહદયના કારણે પ્રશમસુખમાં મગ્ન હોય છે. પરંતુ તે દે તેવા પ્રકારના ભવ સ્વભાવના કારણે ચારિત્રના પરિણામ વગરના હોવાથી બ્રહ્મચારી કહેવાતાં નથી.