Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 508
________________ ૨૬૯, નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલયે ४७३ આ દધિમુખ પર્વતે ચેસઠહજાર (૬૪૦૦૦) જન ઊંચા અને દસહજાર જન વિસ્તારવાળા અને જમીનમાં એક હજાર જન ઊંડા છે. ઉપર નીચે બધે એક સરખા વિસ્તારવાળા છે. આથી પ્યાલા આકારના લાગે છે. (૧૪૮૨). अंजणगिरिसिहरेसु व तेसुवि जिणमंदिराई रुंदाई । वावीणमंतरालेसु पव्वयदुर्ग दुगं अस्थि ॥१४८३॥ તે દધિમુખ પર્વત પર પણ વિશાળ જિનમંદિર છે, જે અંજનગિરિના શિખર પર રહેલ સિદ્ધાયતને છે, તેવા જ અહીં પણ છે તથા આ વાવડીઓના આંતરામાં પણ વચ્ચે બે-બે પર્વતો રહેલા છે. (૧૪૮૩) ते रइकराभिहाणा विदिसिठिया अट्ठ पउमरायाभा । उवरिठियजिणिंद सिणाणघुसिणरससंगपिंगुव्व ॥१४८४॥ अच्चतमसिणफासा अमरेसरविंदविहियआवासा । दसजोयणसहसुच्चा उबिद्धा गाउयसहस्सं ॥१४८५।। झल्लरिसंठाणठिया उच्चत्तसमाणवित्थडा सव्वे । तेसुवि जिणभवणाई नेयाई जहुत्तमाणाई ॥१४८६॥ આગળ કહેલ અંજનગિરિથી વિદિશાઓમાં બે વાવડીઓની વચ્ચેના આંતરામાં બે-બે પર્વત છે. એમ ચાર આંતરામાં બે-બે પર્વત થતા આઠ રતિકર નામના પર્વત થાય છે. તે પર્વત પદ્યરાગ એટલે એક પ્રકારે લાલરંગને મણિ વિશેષ, તેની પ્રભા જેવા એટલ લાલરંગના છે. આથી કવિકલ્પના કરે છે--કે, એના પર રહેલા શાશ્વતાજિન બિબોને પ્રક્ષાલ કરતા જે કુમકુમના પાણી અને હવણુજળના સંપર્કથી જાણે લાલ થયા ન હોય! એમ લાગે છે. બધા રાંતિકર પર્વતે અતિકેમલ સ્પર્શવાળા તથા ઈન્દ્રોના સમૂહે કરેલ આવાસવાળા, દસ હજાર યોજન ઊંચા અને એકહજાર ગાઉ એટલે અઢીસે જન ઊંડા સમાન વિસ્તારવાળા એટલે દસ હજાર એજનના વિસ્તારવાળા, બધી તરફથી એક સરખા ઝલ્લરી આકારના રહેલા છે. તે રતિકર પર્વત પર ઉપરોક્ત પ્રમાણવાળા જિનભવને રહેલા છે. (૧૪૮૪–૧૪૮૫–૧૪૮૬) આ પ્રમાણે પૂર્વ દિશાના અંજનગિરિની હકીકત કહી. એ પ્રમાણે બાકીના અંજનગિરિઓની પણ બધી હકીકત જાણવી. હવે વાવડીના નામમાં ફરક છે, તે કહે છે, दाहिणदिसाए भद्दा विसालवावी य कुमुयपुक्रवरिणी । तह पुंडरिगिणी मणितोरणआरामरमणीया ॥१४८७॥

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556