________________
પ૧૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - પ. તેમના પછી પુંડરીક નામના ધનેશ્વરસૂરિ થયા કે જેમણે વાદરૂપી સમુદ્રને મેથીને મુંજરાજાની આગળ જયલક્ષમીને પ્રાપ્ત કરી છે.
' ' ૬. શ્રીમદ્દ અજિતસિંહસૂરિજી નામના નવા સૂર્ય થયા છે. તપવડે ઉલ્લસિત મહિમાવાળે એ જ્ઞાનરૂપી પ્રકાશ તેઓનો સર્વત્ર ફેલાય છે. : ૭. તેમના પછી ગુણના ભંડાર વર્ધમાનસૂરિજી થયા. જેમને કલારૂપી વૈભવ હમેશ ચંદ્રબિંબ કરતાં પણ અધિક ફેલાય છે.
૮. શ્રીમાન દેવચંદ્રસૂરિજી ચંદ્રમાની જેમ (વાણીરૂ૫) કિરણ વડે જગતના મનુને જોળતા (આનંદ કરાવતા) હેવા છતાં પણ જે અજ્ઞાનરૂપી રાહુવડે જરા પણ ન સ્પર્શાયા.
૯૮ તે પછી શ્રી ચન્દ્રપ્રભસૂરિજી થયા, જેઓ પિતાના ગચ્છનું નિર્મળ મનવાળા થઈ રક્ષણ કરે છે. મહાન અને સ્થિર એવા જેમનાવડે લાંબાકાળ સુધી પૃથ્વીને ઉદ્ધાર કરાય છે.
૧૦. કલ્યાણની ભૂમિ જેવા શ્રી ભદ્રેશ્વરસૂરિ થયા. વિશેષ કરીને અંતરંગ શત્રુને જીતીને, જેઓ તપ અને યશરૂપી ચંદ્રને ધારણ કરતા હતા.
૧૧. તેમના શિષ્ય સમતાવાન શ્રી અજિતસિંહસૂરિ થયા છે. જે ભ્રમરને હિતકારી પુષ્પોની જેમ હમેશા ગુણવાનનાં મસ્તક પર રહ્યા છે.
૧૨. આચાર્યોમાં જેમની પ્રથમ રેખા આજે પણ પૃથ્વી ઉપર થઈ છે અને જેમણે મહને મથી નાંખ્યો છે, એવા દેવપ્રભસૂરિ થયાં.
૧૩. અમાપ પદાર્થ રૂપ ઉર્મિઓ એટલે તરંગોને રચવામાં તે પંડિતે સમુદ્ર સમાન છે, કે જેમનાવડે આ પ્રમાણરૂપી પ્રકાશ મંથન કરાય છે.
૧૪. શ્રી શ્રેયાંસચરિત્ર વગેરે પ્રબંધરૂપ આંગણનો સંગ કરનારી જેમની વાણી નૃત્યને ઉ૯લાસ કરીને કેને આનંદ નથી આપતી?
૧૫. હંમેશા પ્રજ્ઞારૂપી વૈભવના વિકાસથી બૃહસ્પતિ સમાન એવા જેઓ વડે વાણી રૂપી સંપત્તિ, તે પ્રમાણે શિષ્ય સમૂહના હૃધ્યરૂપી ખેતરની મધ્યમાં વવાઈ કે જે પ્રમાણે નિત્ય અભ્યાસરૂપી મેઘની જ વૃષ્ટિ થવાથી અંકુરિત બનેલી અને વાદીએના વિજયવડે અપાયે છે આનંદ જેમાં તે રીતે પૂર્ણતાને પામેલી ફળીભૂત થઈ.
૧૬. જેમની ગદ્ય ગ્રંથ રચનારૂપી તરવડે અભિમાનથી નિરંકુશ બુદ્ધિવાળા કેટલા ન પલળ્યા? જેમની વાણીના વૈભવરૂપી ભંગીઓ વડે કેટલા રાજાઓને હર્ષ પમાડ્યો