Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 531
________________ પ્રવચનસદ્ધાર ભાગર શ્રુતદેવતાની આરાધના માટે જે તપ કરાય, તે શ્રુતદેવતા તપ, આ શ્રુતદેવતા તપમાં મનપૂર્વક અયાર અગ્યારસ ઉપવાસપૂર્વક શ્રત દેવતાની પૂજા કરવા દ્વારા કરાય છે, આના ઉપલક્ષણમાં અંબા તપ પણ અહિં જાણવો. તે પાંચ પાંચમાં નેમનાથ ભગવાન અને અંબાદેવીની પૂજા કરવા પૂર્વક એકાસણુ વગેરે કરવા પૂર્વક થાય છે. (૧૫૪૩) સર્વાગ સુંદર તપ सव्वंगसुंदरतवे कुणंति जिणापूयखतिनियमपरा । अछववासे एगंतरंबिले धवलपक्खूमि ॥१५४४॥ જે તપ કરવાથી બધાયે અંગો સુંદર એટલે સૌંદર્યવાન થાય, તે સર્વાંગસુંદર તપ કહેવાય છે. તે સર્વાંગસુંદર તુપમાં ક્ષમા, માવ, આર્જવ વગેરેના અભિગ્રહ કરવા પૂર્વક, તીર્થકર પૂજ, મુનિ, ગરીબ વગેરેને દાન કરવા પૂર્વક આઠ ઉપવાસ એકાંતરા આયંબિલના પારણુ કરવા પૂર્વક શુક્લપક્ષમાં કરે. આ તપનું સર્વારા સુંદર પણું તે આનુષગિક જ ફલ જાણવું. મુખ્યપણે તે સર્વજ્ઞની આજ્ઞાપૂર્વક કરાત બધાયે તપમાં મોક્ષ પ્રાતિ એ જ ફલ છે-એમ વિચારવું. એ પ્રમાણે બધાયે તપમાં જાણવું. (૧૫૪૪) નિરાજશિખ તપ __ एवं निरूजसिहोवि हु नवरं सो होइ सामले पवखे । तमि य अहिओ कीग्इ गिलाणपडिजागरणनियमो ॥१५४५।। રૂજ એટલે રેગ, રોગને અભાવ તે નિજ એટલે નિરોગીપણું જેનું મુખ્ય ફળ છે, તે મુખ્યફળ વિવક્ષાવડે શિખા એટલે ચૂલા શિખર જે તપ વિશેષમાં છે, તે નિરુજશિખ તપ કહેવાય છે. છે એટલે જે તપમાં નિરોગી૫ણારૂપ ફળની મુખ્ય તારૂપ શિખા છે, તે નિરજશિખ તપ. આ તપ પણ સર્વાગ સુંદરતાની જેમજ એકાંતરા આઠ ઉપવાસ આયંબિલના પારણાપૂર્વક કરવા. પરંતુ આ નિરુજશિખ તપ વદીપક્ષમાં થાય છે. આમાં વિશેષ રૂપ “માંદાને માટે પથ્ય વગેરે આપવું” એ નિયમ લેવા પૂર્વક કરે. બાકીનું જિનપૂજા વગેરે આગળની જેમ જાણવું. (૧૫૪૫) પરમભૂષણ તપ सो परमभूसणो होइ जमि आयंबिलाणि बत्तीसं । अंतरपारणयाई भूषणदाणं च देवस्स ॥१५४६॥

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556